Nose Bleeding: નસકોરી ફુટે કે તુરંત આ કામ કરો તો 30 જ સેકન્ડમાં નાકમાંથી લોહી નીકળતું બંધ થઈ જાશે

Nose Bleeding Treatment at Home: ઉનાળામાં ગરમીના કારણે થતી સમસ્યાઓમાંથી એક સમસ્યા છે નસકોરી ફૂટવી. નસકોરી ફૂટે ત્યારે નાકમાંથી લોહી નીકળવા લાગે છે. જેને જોઈ લોકો ગભરાઈ જતા હોય છે. પરંતુ ગભરાઈ જવાને બદલે દર્દીને તુરંત આ સારવાર આપવી જોઈએ જેથી નાકમાંથી નીકળતું લોહી તરંત બંધ થઈ જાય.
 

Nose Bleeding: નસકોરી ફુટે કે તુરંત આ કામ કરો તો 30 જ સેકન્ડમાં નાકમાંથી લોહી નીકળતું બંધ થઈ જાશે

Nose Bleeding Treatment at Home: કાળઝાળ ગરમીમાં નસકોરી ફૂટવી સામાન્ય સમસ્યા છે. ઘણા લોકોને ગરમીના કારણે આ સમસ્યા વારંવાર થાય છે. એક્સપર્ટ અનુસાર ગરમીમાં નાકમાં વધી જતી ડ્રાઇનેસના કારણે નાકમાંથી લોહી નીકળવા લાગે છે. વધારે પડતી ગરમી અને ગરમ હવાના કારણે નાકમાં રહેલી નાની નસો ફાટી જાય છે અને લોહી નીકળવા લાગે છે. 

મોટાભાગે આ સમસ્યા ગંભીર નથી હોતી તેથી તમે ઘરેલુ ઉપાય કરીને નાકમાંથી નીકળતું લોહી તુરંત બંધ કરી શકો છો. જોકે કેટલીક પરિસ્થિતિમાં આ સમસ્યા આ ગંભીર પણ હોઈ શકે છે તેથી વારંવાર નસકોરી ફૂટે તો ડોક્ટરને દેખાડી લેવું. આ સિવાય ગરમીના કારણે અચાનક નસકોરી ફૂટે તો નાકમાંથી નીકળતા લોહીને તુરંત બંધ કરવા માટે તમે આ 4 ચાર કામ કરી શકો છો. 

નસકોરી ફૂટે તો શું કરવું? 

ઠંડા પાણીનો શેક

નાકમાંથી નીકળતા લોહીને બંધ કરવા માટે ઠંડુ પાણી સૌથી બેસ્ટ છે. સૌથી પહેલા તો માથા પર ઠંડુ પાણી છાંટી દો અને પછી કપડામાં બરફનો ટુકડો બાંધીને નાકની આસપાસ અને ગરદન પાછળ શેક કરો. આમ કરવાથી નાકમાં રહેલી લોહીની નસ સંકોચાવવા લાગશે અને લોહી નીકળતું બંધ થઈ જશે. 

નાકને દબાવો 

નાકમાંથી અચાનક લોહી નીકળવા લાગે તો લોહીને રોકવાનો સૌથી સરળ રસ્તો નાક દબાવવું છે. નાક દબાવવાથી બ્લીડિંગ પોઇન્ટ પર પ્રેશર આવશે અને લોહી નીકળતું બંધ થઈ જશે. માથું ઉપરની તરફ કરી બેસી જવું. ત્યારબાદ અંગૂઠા અને પહેલી આંગળીની મદદથી નાકનો જે સોફ્ટ ભાગ હોય તેને ધીરે ધીરે દબાવો. નસકોરી ફૂટે પછી થોડા સમય સુધી મોઢા વડે શ્વાસ લેવો. 

એપલ સાઇડર વિનેગર 

એપલ સાઇડર વિનેગરમાં રહેલું એસિડ બ્લડ વેઇન્સને સંકોચવામાં મદદ કરે છે. જેના કારણે બિલ્ડિંગ તરત રોકાઈ જાય છે. તેના માટે વિનેગરમાં રુ બોળી જે નસકોરીમાંથી લોહી નીકળતું હોય ત્યાં પાંચ મિનિટ માટે રાખો. 

વિટામીન ઈ કેપ્સુલ 

નસકોરી ફૂટવાનું સૌથી સામાન્ય કારણ છે નાકની અંદર ડ્રાયનેસ થઈ જવી. આ સમસ્યાને દૂર કરવા માટે વિટામિન ઈ ની કેપ્સુલ લઈને તેની અંદરનું તેલ કાઢીને નાકની અંદર લગાડો. તેનાથી નસકોરી ફૂટવાની શક્યતા ઘટી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news