AAIB Report: અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના ડ્રીમલાઈનર પ્લેનની ફ્યૂલ કંટ્રોલ સ્વિચ અંગે મોટો ખુલાસો
Ahmebabad Plane Crash AAIB Report: Aircraft Accident Investigation Bureau (AAIB)એ શનિવારે અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અહેવાલ બહાર પાડ્યો જેનાથી અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. એક ખુલાસો ફ્યૂલ કંટ્રોલ સ્વિચ વિશે પણ થયો છે.
Trending Photos
એર ઈન્ડિયાએ 2019માં બોઈંગના નિર્દેશ બાદ અમદવદામાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા બોઈંગ 787-8 ડ્રીમ લાઈનર વિમાનના થ્રોટલ કંટ્રોલ મોડ્યૂલ (TCM)ને છેલ્લા 6 વર્ષમાં બે વાર બદલ્યા હતા. ટીસીએમમાં ફ્યૂલ કંટ્રોલ સ્વિચ પણ સામેલ હોય છે. આ ઘાતક દુર્ઘટનાની જે તપાસ ચાલી રહી છે તેમાં જાણવા મળ્યું છે કે એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર વિમાન VT-ANBના અમદાવાદ એરપોર્ટથી ઉડાણ ભર્યાના તરત બાદ બંને એન્જિનના ફ્યૂલ કંટ્રોલ સ્વિચ એક સેન્ડના અંતરે રનથી કટઓફની સ્થિતિમાં જતા રહ્યા હતા. જેના કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટ સંખ્યા 172ની કોકપિટમાં ભ્રમની સ્થિતિ પેદા થઈ હતી.
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AIIB)એ શનિવારે વહેલી સવારે બહાર પાડેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સીનિયર પાઈલોટે પોતાના જૂનિયરને પૂછ્યું હતું કે તમે ફ્યૂલ કંટ્રોલ સ્વિચ કેમ ઓફ કરી? જેના જવાબમાં જૂનિયર પાઈલોટે કહ્યું હતું કે મે સ્વિચ ઓફ કરી નથી. ફ્યૂલ કંટ્રોલ સ્વિચના રનથી કટઓફની સ્થિતિમાં આવવાના કારણે વિમાનની ઊંચાઈમાં તાબડતોબ કમી આવી અને આ વિમાન ટેકઓફના તરત પછી અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજની એક ઈમારત પર તૂટી પડ્યું. આ અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા. ક્રુ સહિત વિમાનમાં સવાર 242 લોકોમાંથી ફક્ત એક વ્યક્તિ જીવતો બચ્યો હતો. મેડિકલ કોલેજના પણ વિદ્યાર્થીઓ સહિત 19 લોકો માર્યા ગયા હતા.
એર ઈન્ડિયાએ 2019 અને 2023માં બદલ્યા હતા ટીસીએમ
AAIBના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં 2019 અને 2023માં એમ બે વાર ટીસીએમ બદલવાનો ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ છે કે ટીસીએમ બદલવાને ફ્યૂલ કંટ્રોલ સ્વિચ સાથે કોઈ સંબંધ નહતો. સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે બોઈંગ દ્વારા 2019માં ડ્રીમ લાઈનરના તમામ ઓપરેટરો માટે એક સંશોધિત મેન્ટેનન્સ પ્લાન ડોક્યુમેન્ટ (MPD) બહાર પાડવામાં આવ્યો હતો. જે મુજબ ઓપરેટરોને 24,000 કલાકની ઊડાણ પૂરી થયા બાદ ટીસીએમ બદલવાનું સૂચન અપાયું હતું. બોઈંગ તરફથી 2019 એમપીડી બહાર પાડ્યા બાદ એર ઈન્ડિયાએ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તે વિમાનમાં બે વાર 2019 અને 2023માં ટીસીએમ બદલ્યા હતા. આ મુદ્દે પીટીઆઈએ એર ઈન્ડિયા પાસેથી પ્રતિક્રિયા લેવાની કોશિશ કરી પરંતુ હજુ સુધી મળી નથી.
બોઈંગને મોકલવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કંપનીના પ્રવક્તાએ રવિવારે કહ્યું કે કંપની તપાસમાં મદદ કરવાનું ચાલુ રાખશે. એએઆઈબીએ શનિવારે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે તપાસના આ તબક્કામાં 'B787-8 કે GE GEnx-1B એન્જિન ઓપરેટરો તથા મેન્યુફેક્ચરર્સ વિરુદ્ધ કોઈ પ્રકારની કાર્યવાહીની વાત કરાઈ નથી.' એર ઈન્ડિયાના ડ્રીમ લાઈનર VT-ANB,માં કે 12મી જૂને અમદાવાદમાં ક્રેશ થયું હતું તેમાં GE GEnx-1B એન્જિન લાગેલું હતું. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ 17 ડિસેમ્બર 2018ના રોજ બોઈંગ વિમાનોમાં ફ્યૂલ કંટ્રોલ સ્વિચના લોકિંગ ફીચર્સને સંભવિત સમસ્યા તરીકે ઓળખાવ્યા હતા.
યુએસ રેગ્યુલેટરે 2018માં ફ્યૂલ સ્વિચ અંગે આપી હતી ચેતવણી
એર ઈન્ડિયાએ અમદાવાદ વિમાન અકસ્માતની તપાસ કરી રહેલી એએઆઈબી ટીમને જણાવ્યું કે તેણે FAA તરફથી સૂચવવામાં આવેલા નિરીક્ષણ નહતા કર્યા કારણ કે તે કરવા જરૂરી ગણાવ્યા નહતા. રિપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં તમામ જરૂરી નિરીક્ષણ વર્તમાનમાં કરાયા હતા અને તેને કાયદેસર ઉડાણ યોગ્યતા પ્રમાણપત્ર મળ્યું હતું. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે જો કે ટીએમસી બદલવાનું કારણ ફ્યૂલ કંટ્રોલ સ્વિચ સાથે જોડાયેલું નહતું. દુર્ઘટનાગ્રસ્ત થયેલા VT-ANB માં 2023 બાદથી ફ્યૂલ કંટ્રોલ સ્વિચ સંબંધિત કોઈ મુશ્કેલી રિપોર્ટ કરાઈ નહતી. રિપોર્ટ મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 171માં ફ્યૂલ કંટ્રોલ સ્વિચના રનથી કટઓફ મોડમાં ગયા બાદ વિમાનના બંને એન્જિનોના ફ્યૂલ કંટ્રોલ સ્વિચને ફરી ચાલુ કરાયા હતા પરંતુ વિમાન પૂરતી ઝડપ અને ઊંચાઈ મેળવી શક્યું નહીં અને અમદાવાદમાં બી જે મેડિકલ કોલેજના એક બિલ્ડિંગ પર જઈ તૂટી પડ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે