White Hair Solution: નેચરલ વસ્તુઓની મદદથી ઘરે 10 મિનિટમાં બનાવો હર્બલ હેર કલર, માથાની સાથે દાઢીના સફેદ વાળ પર પણ યુઝ કરી શકો છો

White Hair Solution: સફેદ વાળની સમસ્યાનું નેચરલ સોલ્યુશન આજે તમને આપીએ. કેમિકલ યુક્ત કલરનો યુઝ કર્યા વિના વાળને કાળા કરવા માટે ઘરે નેચરલ વસ્તુઓની મદદથી હર્બલ હેર કલર બનાવી શકાય છે. આ કલરનો યુઝ માથાના વાળ સિવાય દાઢી અને આઈબ્રોના સફેદ વાળને કાળા કરવા માટે પણ કરી શકો છો.
 

White Hair Solution: નેચરલ વસ્તુઓની મદદથી ઘરે 10 મિનિટમાં બનાવો હર્બલ હેર કલર, માથાની સાથે દાઢીના સફેદ વાળ પર પણ યુઝ કરી શકો છો

White Hair Solution: આજના સમયમાં સફેદ વાળ અને ખરતા વાળની સમસ્યા મોટાભાગના યુવક-યુવતીને સતાવતી હોય છે. આ બંને સમસ્યાનું સમાધાન એક સાથે મળી શકે છે. માથાના સફેદ વાળને કેમિકલ યુક્ત કલરથી કાળા ન કરવા હોય તો ઘરે નેચરલ વસ્તુઓથી હેર કલર બનાવી શકાય છે. આ હેર કલર બનાવવો સાવ ઈઝી છે. ખાસ વાત એ છે કે આ કલર બનાવવામાં એવી વસ્તુઓનો યુઝ થાય છે જે વાળને કલર કરવાની સાથે પોષણ પણ આપે છે જેના કારણે ખરતા વાળ સહિતની સમસ્યા પણ દુર થાય છે. 

પુરુષોને માથાની સાથે દાઢી-મુંછમાં પણ સફેદ વાળ ઝડપથી વધતા હોય છે. આ વાળને કલર કરવા માટે પણ ઘરે બનાવેલા હર્બલ હેર કલરનો યુઝ કરી શકો છો. તો ચાલો ફટાફટ જાણી લો નેચરલ વસ્તુઓથી હર્બલ હેર કલર ઘરે કેવી રીતે બનાવવો. 

હર્બલ હેર કલર બનાવવાની રીત

હેર કલર બનાવવા માટે મહેંદી, આમળાનો પાવડર, ભૃંગરાજ પાવડર, ઈંડિગો પાવડર, જાસૂદના ફુલનો પાવડર એક સમાન માત્રામાં લેવો. આ પાવડરમાં ચા અથવા કોફીનું પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો. પેસ્ટને 10 મિનિટ માટે ઢાંકીને રાખો. 10 મિનિટ પછી કલરને વાળના મૂળથી છેડા સુધી સારી રીતે લગાડો. હેર કલરને 45 મિનિટ વાળમાં લગાવી રાખો અને પછી સાદા પાણીથી કલરને સાફ કરો.

જો વાળમાં કાળો નહીં બ્રાઉન શેડ કરવો હોય તો મહેંદી અને ઈંડિગો પાવડરને એક સમાન માત્રામાં લઈ તેમાં 2 ચમચી કોફી પાવડર અને તજનો પાવડર મિક્સ કરો. ત્યારબાદ તેમાં ચાનું પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને 5 મિનિટ રેસ્ટ આપો અને  પછી વાળમાં 30 મિનિટ માટે લગાડો. 30 મિનિટ પછી સાદા પાણીથી વાળને સાફ કરી લો. 

આ હેર કલરનો યુઝ કરતા પહેલા વાળને શેમ્પૂ કરી લેવા. કલર કર્યા પછી તુરંત શેમ્પૂ ન કરવું. કલર કર્યા પછી ઓછામાં ઓછા 3 દિવસ શેમ્પૂ ન કરવું. 3 દિવસ પછી વાળમાં શેમ્પૂ કરી શકાય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news