પરમાણુ બોમ્બથી હુમલો થાય તો શું? બચી શકે તમારો જીવ, જાણો કઈ રીતે 

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલના દિવસોમાં તણાવ ચરમસીમાએ છે. અત્રે જણાવવાનું કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના 9 આતંકી ઠેકાણાઓને પોતાનું નિશાન બનાવ્યા. ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન ધૂંધવાયું છે. આ બધા વચ્ચે જો બંને દેશોમાં યુદ્ધ થાય અને પરમાણુ હુમલાની સ્થિતિ બને તો તમારો બચાવ કેવી રીતે કરશો? 

પરમાણુ બોમ્બથી હુમલો થાય તો શું? બચી શકે તમારો જીવ, જાણો કઈ રીતે 

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન સાતમા આસમાને છે. બંને દેશો જંગના કગારે છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના 9 આતંકી ઠેકાણાને પોતાનું નિશાન બનાવ્યા. ત્યારબાદ પાકિસ્તાન ધૂંધવાયુ છે અને તે હવે સતત યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાને 7 અને 8 મે 2025ની રાતે ડ્રોન અને મિસાઈલોથી અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિન્ડા, ચંડીગઢ, નલ, ફલૌદી, ઉત્તરલાઈ, ભૂજ સહિત ઉત્તરી અને પશ્ચિમ ભારતમાં અનેક સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવાની કોશિશ કરી જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી. 

પરમાણુ યુદ્ધ
આ બધા વચ્ચે લોકોના મનમાં એવો સવાલ છે કે જો યુદ્ધ ભડકે તો શું પરમાણુ હુમલો પણ થશે? જો પરમાણુ હુમલો થાય તો આવી સ્થિતિમાં આપણે કેવી રીતે બચી શકીએ?

મજબૂત ઈમારતની અંદર જાઓ
જો તમને ક્યાંક પરમાણુ બોમ્બ પડવાની સૂચના મળે તો આવી સ્થિતિમાં તમારે સંયમથી કામ લેવું જોઈએ. તમારે ગભરાઈને બહાર ભાગવું જોઈએ નહીં. તરત મજબૂત ઈમારતની અંદર જવું અથવા તો બેઝમેન્ટ કે બંકરમાં શરણ લઈ લો. 

કેવી રીતે બચી શકે જીવ
પરમાણુ બોમ્બ પડે તો આવી સ્થિતિમાં તમારે તરત બારીઓ અને બહારની દીવાલોથી દૂર રહેવું જોઈએ. કારણ કે પરમાણુ વિસ્ફોટ એટલો તગડો હોય છે કે તેના ઝટકાથી બારીઓ અને દરવાજાના  કાચ તૂટી શકે છે. તેનાથી તમને નુકસાન થઈ શકે છે. 

જમીન પર સૂઈ જાઓ
જો તમે પરમાણુ  બોમ્બ પડે ત્યારે બહાર હોવ તો પછી આવી સ્થિતિમાં તરત જમીન પર સૂઈ જાઓ અને તમારા માથાને બંને હાથથી ઢાંકી લો. પરમાણુ  બોમ્બ પડ્યા બાદ 48 કલાક સુધી ઘરની બહાર ન નીકળો. 

કેમ મંડરાઈ રહ્યો છે જંગનું જોખમ
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે જંગ ભડકી શકે છે. બંને દેશો પરમાણુ યુદ્ધને આરે છે. આતંકીઓનો આકા પાકિસ્તાન આતંકીઓ પર એક્શન થતા યુએનમાં રડી રહ્યું છે. સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. 

જો કે મુશ્કેલ છે પરમાણુ હુમલો
ભારત અને પાકિસ્તાન બંને દેશો પાસે પરમાણુ હથિયારો છે પરંતુ તેનો ઉપયોગ કરવો ખુબ મુશ્કેલ છે અને મોટું પગલું છે. પરમાણુ હુમલો થાય તો ખુબ નુકસાન થાય છે અને આ કારણે પરમાણુ હુમલા પહેલા કેટલીક શરતો માનવી પડે છે. ભારત અને પાકિસ્તાન બંને દેશો પાસે બેલિસ્ટિક મિસાઈલ અને પરમાણુ હથિયારો છે. પરમાણુ હુમલો કરતા પહેલા આંતરરાષ્ટ્રીય નિયમો, કૂટનીતિ  અને સૈન્ય પ્રક્રિયા હેઠળ નિયમોનું પાલન કરવું પડે છે. 

ભારત ત્યાં સુધી પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે જ્યાં સુધી તેના પર ન્યૂક્લિયર એટેક ન થાય. જેને ભારતે “No First Use” હુમલો ન કરવાની નીતિ નામ આપ્યું. જ્યારે પાકિસ્તાનની નીતિ અલગ છે. બંને દેશો વચ્ચે પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે નિયંત્રણ અને અનેક સુરક્ષા પરતો હોય છે. કોઈ દેશ કોઈ પણ વૈશ્વિક દબાણ અને આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા વગર પરમાણુ હુમલો ન કરે. નિયમોને ફોલો કર્યા વગર પરમાણુ હુમલો કરનારા દેશે અનેક પ્રકારના પ્રતિબંધોનો સામનો કરવો પડે છે. જેમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, સૈન્ય જવાબી હુમલા અને વૈશ્વિક અલગાવ સામેલ છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news