Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો, અમેરિકામાં ટળી મોટી દુર્ઘટના

અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ ગિયરમાં વિમાન ઉડાન ભરી રહ્યું હતું ત્યારે આગ લાગી હતી. તાત્કાલિક ઈમરજન્સી ટીમો એક્ટિવ કરવામાં આવી હતી અને મુસાફરોનેવિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો, અમેરિકામાં ટળી મોટી દુર્ઘટના

શનિવારે ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA3023માં લેન્ડિંગ ગિયરમાં આગ લાગી હતી. લેન્ડિંગ ગિયરમાં આગ લાગતાં વિમાનમાં સવાર તમામ 173 મુસાફરો અને છ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ડેનવર ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બોઇંગ 737 મેક્સ વિમાન ડેનવરથી મિયામી માટે રનવે 34L પરથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનના ટાયરમાં સમસ્યા આવી હતી, જેના કારણે વિમાનને રનવે પર રોકવું પડ્યું હતું. ડેનવર એરપોર્ટે પુષ્ટિ આપી હતી કે બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. જોકે, ગેટ પર રહેલા એક વ્યક્તિને નાની ઇજાઓ થવાને કારણે તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. 

ઘટનાનો વીડિયો વાયરલ થયો 

તમને જણાવી દઈએ કે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રનવેની વચ્ચે ઉભેલા વિમાનના ટાયરમાં આગ લાગી છે અને મુસાફરો ગાઢ ધુમાડા વચ્ચે વિમાનમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.

 

— Disclose.tv (@disclosetv) July 27, 2025

યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ જણાવ્યું હતું કે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ નંબર 3023ના લેન્ડિંગ ગિયરમાં ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખામી આવી હતી જ્યારે તે સ્થાનિક સમય મુજબ બપોરે 2.45 વાગ્યે મિયામી જઈ રહ્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ ઘટનાની તપાસ શરૂ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news