S-400 કેવી રીતે બન્યું ભારતનું બ્રહ્માસ્ત્ર, અમેરિકાના દબાણને અવગણીને મોદી સરકારે રશિયા સાથે કર્યો હતો કરાર

India Pakistan War: ભારતે મિસાઈલ રક્ષા કવચ સિસ્ટમ S-400ની ખરીદવા માટે રાજદ્વારી સ્પષ્ટતા અને મક્કમતા દર્શાવી હતી, તેનું જ પરિણામ છે કે, પાકિસ્તારની દરેક દુઃસાહસને ભારતે નિષ્ફળ બનાવી દીધી છે. આ ભારત માટે બ્રહ્માસ્ત્ર સાબિત થયું છે.

S-400 કેવી રીતે બન્યું ભારતનું બ્રહ્માસ્ત્ર, અમેરિકાના દબાણને અવગણીને મોદી સરકારે રશિયા સાથે કર્યો હતો કરાર

S-400 Air Defence System Deal India Russia: ભારતના ઓપરેશન સિંદૂરથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને આતંકવાદી સંગઠન હમાસની યુદ્ધ શૈલી અપનાવીને ડ્રોન હુમલાઓનો ભારત પર વરસાદ શરૂ કર્યો હતો. તેમને એવો ભ્રમ હતો કે, ડ્રોન હુમલાથી ભારતીય સેના સ્તબ્ધ થઈ જશે. પરંતુ ભારતની મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલી એટલે કે એર ડિફેન્સ સિસ્ટમ S-400એ તેના પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે.

પાકિસ્તાની સેનાએ સેંકડો ડ્રોનનો વરસાદ કર્યો હતો, જેવી રીતે 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ગાઝા પટ્ટીથી ઇઝરાયલ પર હુમલો કરતા સમયે કર્યો હતો. જેથી એર ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમમાં પ્રવેશ શકાય. પાકિસ્તાનથી આવતા મોટાભાગના ડ્રોન હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા અને તે ટાર્ગેટ સુધી પહોંચી શક્યા ન હતા. આમાંથી મોટાભાગના ડ્રોન પાકિસ્તાનને તુર્કીથી મળ્યા છે.

પરંતુ એર ડિફેન્સ સિસ્ટમને મળેલ આ સફળતા માટે ભારતના તે મક્કમ વલણની પણ પ્રશંસા કરવી જરૂરી છે. ભારતે અમેરિકાના ભારે દબાણ છતાં રશિયા સાથે 35 હજાર કરોડ રૂપિયાનો લશ્કરી ડીલ કરી હતી અને S-400 ટ્રાયંફ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી હતી. અમેરિકાએ ભારત પર આવો સોદો કરવા બદલ આર્થિક પ્રતિબંધો લાદવાની ધમકી આપી હતી.

આ પાડોશી દેશની ચાલી રહેલી નાપાક પ્રવૃત્તિઓ અંગે મોદી સરકારની દૂરંદેશી હતી કે, ભારત તેનાથી પાછળ હટ્યું નહીં. TOIના એક રિપોર્ટ અનુસાર નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હાજરીમાં તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે સમયે પણ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર સત્તામાં હતી. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ S-400 બનાવતી રશિયાની કંપની અલ્માઝ એન્ટિ (Almaz Antey) સહિત તમામ સંબંધિત પક્ષો પર આર્થિક પ્રતિબંધોની ચેતવણી આપી હતી. જો કે, જો બાઈડેનની ડેમોક્રેટિક સરકાર સત્તામાં આવતાની સાથે જ અમેરિકાનું વલણ નરમ પડ્યું.

અમેરિકાના દબાણ પર મોદી સરકારે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તે પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખીને પોતાની પ્રાથમિકતાઓથી પાછળ નહીં હટે. અમેરિકાની સંસદમાં ભારતીય મૂળના સાંસદ રો ખન્નાએ સુધારા પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં ભારતને CAATSA પ્રતિબંધોમાંથી મુક્તિ આપવાની વાત કરવામાં આવી હતી. ભારતે અમેરિકા સાથે અપાચે કોમ્બેટ હેલિકોપ્ટર, P-81 પેટ્રોલ એરક્રાફ્ટ અને અન્ય હથિયારો માટે કરાર કર્યા બાદ મામલો વધુ શાંત થયો. અમેરિકા-ભારત રક્ષા ભાગીદારી કાયદામાં સુધારા દ્વારા ભારતને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી હતી. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ 2024માં આની શરૂઆત કરી હતી. યુક્રેન સાથેના બગડતા સંબંધો છતાં રશિયાએ ડિસેમ્બર 2021 માં S-400 સિસ્ટમની ડિલિવરી શરૂ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news