ભારતે તબાહ કર્યા પાકિસ્તાનના 3 લડાકુ વિમાન, હુમલાનો નાપાક ઈરાદા નિષ્ફળ

Pakistan F16 Shot Down: ભારતે ફરી એકવાર પાકિસ્તાનનું F-16 તોડી પાડ્યું છે. ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાન દ્વારા મોટા હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવીને યોગ્ય જવાબ આપવામાં આવ્યો.

ભારતે તબાહ કર્યા પાકિસ્તાનના 3 લડાકુ વિમાન, હુમલાનો નાપાક ઈરાદા નિષ્ફળ

Pakistan F16 Shot Down: ગુરુવારે રાત્રે પાકિસ્તાને ભારતના ઘણા સ્થળોએ મોટો હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, જો કે, ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ જમ્મુમાં એરપોર્ટ અને રેલવે સ્ટેશન ઉપરાંત પાકિસ્તાને રાજસ્થાનના પઠાણકોટ અને જેસલમેરમાં પણ પોતાની નાપાક પ્રવૃત્તિઓને અંજામ આપવાનો પ્રયાસ કર્યો છે. જો કે, પાકિસ્તાનની આ કાર્યવાહીના જવાબમાં પાકિસ્તાનનું F16 નાશ પામ્યું છે.

8 મિસાઇલો અને 16 ડ્રોન પણ તબાહ
આ પહેલા પાકિસ્તાને ભારતમાં ઘણી જગ્યાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે, ભારતની S400 ડિફેન્સ સિસ્ટમે તેના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવી દીધા છે. મળતી માહિતી અનુસાર ભારતે પાકિસ્તાનના 1 F-16 અને 2 JF-17 ફાઇટર જેટ ઉપરાંત 8 મિસાઇલો અને 16 ડ્રોનને તબાહ કરી દીધા છે.

પાકિસ્તાને ક્યારે કર્યો હુમલો?
આ પહેલા પાકિસ્તાને 15 ભારતીય શહેરોને નિશાન બનાવવાના નિષ્ફળ પ્રયાસના થોડા કલાકો પછી જ જમ્મુ અને કાશ્મીરના અનેક ભાગો પર હુમલો કર્યો હતો. રાત્રે 9 વાગ્યાના થોડા સમય પહેલા જ જમ્મુમાં મોટા વિસ્ફોટો સંભળાયા. બાદમાં સાયરન વાગવા લાગ્યા અને વીજળી ગુલ થઈ ગઈ હતી. આ સમયગાળાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news