પાકિસ્તાન સામે તણાવ ચરમસીમાએ, ગુજરાતના બે જિલ્લાના કેટલાક વિસ્તારમાં બ્લેકઆઉટનો આદેશ

india pak tensions: પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કરેલી જવાબી કાર્યવાહી... હવે બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ વચ્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કેટલીક જગ્યાએ બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે.

 પાકિસ્તાન સામે તણાવ ચરમસીમાએ, ગુજરાતના બે જિલ્લાના કેટલાક વિસ્તારમાં બ્લેકઆઉટનો આદેશ

કચ્છઃ/બનાસકાંઠાઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ થવાની સંભાવના વધી ગઈ છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે કરેલા ઓપરેશન સિંદૂરથી પાડોશી દેશમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે પાકિસ્તાને જમ્મુ, રાજસ્થાન અને પંજાબમાં હુમલાનો પ્રયાસ કર્યો છે. આ વચ્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કેટલીક જગ્યાએ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે.

કચ્છમાં ત્રણ જગ્યાએ બ્લેકઆઉટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતનો કચ્છ જિલ્લો પણ હાઈ એલર્ટ પર છે. પાકિસ્તાની સરહદે આવેલા કચ્છ જિલ્લામાં ગત રાત્રે પણ પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો હતો. આ વચ્ચે કચ્છમાં ત્રણ જગ્યાએ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે.

કચ્છમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના ભુજ, નલિયા અને નખત્રાણામાં બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે. જમ્મુ, રાજસ્થાન અને પઠાણકોટમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

બનાસકાંઠા જિલ્લામાં બ્લેકઆઉટ
બનાસકાંઠા જિલ્લાના સુઇગામ અને સરહદી ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા પણ સરહદી જિલ્લો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી બનાસકાંઠામાં પણ બ્લેકઆઉટ જાહેર કરાયું છે. બનાસકાંઠામાં વાવના 13 અને સુઇગામના 11 ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 8, 2025

કચ્છ જિલ્લામાં માછીમારો માટે લેવાયો મોટો નિર્ણય
ભારત અને પાડોશી દેશ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કચ્છના ત્રણ બંદરો પર માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારના જાહેરનામા પ્રમાણે કચ્છના ત્રણ મત્સ્ય બંદર 1. નારાયણ સરોવર, 2. જખૌ અને 3. લખપતના દરિયાઈ વિસ્તારમાં માછીમારો દ્વારા થતી તમામ માછીમારી પર તત્કાલ અસરથી આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એટલે કે આગામી આદેશ સુધી આ જગ્યાઓ પર માછીમારો માછીમારી કરી શકશે નહીં.

ભૂજમાં પાકિસ્તાને કર્યો હુમલાનો પ્રયાસ
ભારત પાકિસ્તાન યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાને ભારત પર વળતો હુમલો કર્યો છે. પાકિસ્તાને 7 મેના રોજ રાતે ભારતના અલગ અલગ શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. જેમાં કચ્છના ભુજ પર પણ હુમલો કરાયો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news