હવે પિનકોડ યાદ રાખવાની ઝંઝટ ખતમ, ઘરનું એડ્રેસ આપશે આ કોડ; તમે પણ બનાવી લો તમારો DIGIPIN
What is DIGIPIN: પોસ્ટ વિભાગે DIGIPIN નામની એક નવી ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ શરૂ કરી છે, જે ચોક્કસ સ્થાન ઓળખ પ્રદાન કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. ચાલો જાણીએ કે તેના ફાયદા શું છે અને તે દેશમાં કયા ફેરફારો લાવશે.
Trending Photos
DIGIPIN NEWS: મારો દેશ બદલાઈ રહ્યો છે... આગળ વધી રહ્યો છે. છેલ્લા દોઢ દાયકામાં એટલે કે 15 વર્ષમાં સુચના ક્રાંતિએ દેશને જબરદસ્ત ફાયદા પહોંચાડ્યા છે. ભારત ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ બન્યું છે. ઓનલાઈન બેન્કિંગ, UPI પેમેન્ટ, Digi Locker પછી, હવે DIGIPIN તમારા માટે આવી ગયું છે. DIGIPINએ ભારતીય પોસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ છે, જે 10-અક્ષરના આલ્ફાન્યૂમેરિક કોડ દ્વારા ચોક્કસ લોકેશનની ઓળખ સુનિશ્ચિત કરે છે.
DIGIPIN વિશે જાણો
પોસ્ટ વિભાગે DIGIPIN નામની એક નવી ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ શરૂ કરી છે, જે ચોક્કસ લોકેશન ઓળખ પ્રદાન કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. મોટા-મોટા વિસ્તારોને આવરી લેતા પરંપરાગત પિન કોડથી વિપરીત, DigiPin એક અનન્ય 10-અંકનો કોડ પ્રદાન કરે છે જે વ્યક્તિની ખાનગી મિલકત અથવા સરકારી ઇમારતનું ચોક્કસ લોકેશન બતાવે છે.
કેવી રીતે મેળવશો DIGIPIN?
તમારો DIGIPIN મેળવવા માટે તમે અથવા કોઈપણ યુઝર્સ નિયુક્ત સરકારી વેબસાઇટ પર જઈને તમારા ઘરનું સરનામું શોધી શકો છો અને તમારુ લોકેશન એટલે કે સરનામાનો QR કોડ પણ જનરેટ કરી શકો છો. આ સિસ્ટમનો ઉદ્દેશ્ય ખાસ કરીને દૂરના વિસ્તારોમાં ડિલિવરીને સુવ્યવસ્થિત કરવાનો અને એમ્બ્યુલન્સ અને ફાયર રેસ્ક્યૂ ઓપરેશન્સ જેવી ઈમરજન્સી સેવાઓને વધારવાનો છે.
તમારા DIGIPIN પ્લેટફોર્મને જાણવા માટે તમે વેબસાઇટ (https://dac.indiapost.gov.in/mydigipin/home)ની મુલાકાત લો. આ સરકારી વેબસાઇટ તમને તમારો વિશિષ્ટ અને અનોખો 10-અક્ષરનો DIGIPIN કોડ શોધવાની મંજૂરી આપે છે, જે ચોક્કસ ડિજિટલ સરનામાં તરીકે કાર્ય કરે છે.
શું થશે ફાયદો?
DIGIPIN સિસ્ટમ ઓનલાઈન ખરીદદારો, લોજિસ્ટિક્સ પ્રદાતાઓ અને ઈમરજન્સી સેવામાં કરતા કર્મચારીઓ તેમજ હોસ્પિટાલિટી અને સર્વિસ સેક્ટરમાં કામ કરતા લોકોને ફાયદો કરાવશે. એવો દાવો કરવામાં આવે છે કે, ઉત્તરદાતાઓની ભૂલો ઓછી થશે અને ડિલિવરી સાથે કાર્યની કાર્યક્ષમતા વધશે. હવે કોઈપણ યુઝર્સ સચોટ અને ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે પોતાનો DIGIPIN શેર કરી શકશે.
મુખ્ય ફાયદા:
ચોક્કસ લોકેશન: 4-મીટર ચોરસની અંદર ચોક્કસ લોકેશનની ઓળખ. DIGIPIN ઔપચારિક પ્રણાલીઓનો અભાવ ધરાવતા વિસ્તારોને એડ્રેસ કરે છે.
ગોપનીયતા: આમાં કોઈ વ્યક્તિગત ડેટા સંગ્રહ થતો નથી.
ઇન્ડિયા પોસ્ટ અનુસાર DIGIPINએ એક ઓપન-સોર્સ રાષ્ટ્રવ્યાપી જીઓકોડેડ એડ્રેસિંગ સિસ્ટમ છે જે પોસ્ટ વિભાગ દ્વારા IIT હૈદરાબાદ અને NRSC, ISROના સહયોગથી વિકસાવવામાં આવી છે. PIN સમગ્ર ભારતને આશરે 4 મીટર x 4 મીટર ગ્રીડ (ઘરો, ઓફિસો, સંસ્થાઓ, વગેરે)માં વિભાજિત કરે છે અને દરેક ગ્રીડને અક્ષાંશ અને રેખાંશ કોઓર્ડિનેટ્સ પર આધારિત એક અનન્ય 10-અક્ષર આલ્ફાન્યૂમેરિક કોડ આપે છે.
DIGIPIN એક નિયમિત પોસ્ટલ સરનામાથી કેવી રીતે અલગ છે?
જ્યારે તમારું નિયમિત પોસ્ટલ સરનામું ચોક્કસ વિસ્તાર, શેરી અને ઘર નંબર પર આધારિત હોય છે, ત્યારે DIGIPIN એક ભૌગોલિક રીતે સંદર્ભિત મિલકત છે જે સ્થાનના ચોક્કસ કોઓર્ડિનેટ્સ પર આધારિત 10-અક્ષરના આલ્ફાન્યૂમેરિક કોડનો ઉપયોગ કરે છે.
શું DIGIPIN ઓફલાઇન ઉપલબ્ધ છે?
હા, DIGIPIN ઓફલાઇન પણ ઉપયોગ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પોસ્ટ વિભાગે DIGIPIN પ્રાપ્ત કરવા અને ડીકોડ કરવા માટે DIGIPIN લોજિક માટે પ્રોગ્રામિંગ કોડ જાહેર ડોમેનમાં શેર કર્યો છે.
શું DIGIPINનો ઉપયોગ કરવાથી તમારું પોસ્ટલ સરનામું બદલાઈ જશે?
ના, તમારું પોસ્ટલ સરનામું એ જ રહેશે. DIGIPINએ ડિજિટલ એડ્રેસિંગનું એક વધારાનું સ્તર છે જે વધુ સચોટ અને પ્રમાણિત લોકેશન ઓળખ માટે હાલની સિસ્ટમને પૂરક બનાવે છે. પરંતુ જેમ-જેમ DIGIPIN ઇકોસિસ્ટમ વધુ વિસ્તારોમાં વિસ્તરે છે અને વધુ GIS સિસ્ટમ્સ સાથે સંકલિત થાય છે, તેમ તેમ કોઈપણ સેવા મેળવવા માટે સેવા એજન્સીઓને વર્ણનાત્મક પોસ્ટલ સરનામું પ્રદાન કરવાની જરૂરિયાત ઘટી શકે છે.
પોસ્ટલ સરનામું હોય તો DIGIPIN શા માટે?
DIGIPIN ચોક્કસ સ્થાન-આધારિત ઓળખ પ્રદાન કરીને સરનામા વ્યવસ્થાપનને સરળ બનાવે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં વસ્તુઓ અસંગઠિત છે એટલે કે આજે કોફી શોપ છે અને થોડા મહિના પછી ત્યાં કોચિંગ સેન્ટર ખુલશે, દેખીતી રીતે સ્થાન એ જ રહેશે પરંતુ તેનું નામ પણ બદલાઈ ગયું હશે. તેથી નામ અથવા પ્રકૃતિમાં ફેરફારને કારણે કોઈ મૂંઝવણ રહેશે નહીં. DIGIPIN ખાસ કરીને એવા વિસ્તારોમાં મદદરૂપ સાબિત થઈ શકે છે જ્યાં કોઈ સ્પષ્ટ સરનામું અસ્તિત્વમાં નથી, જેમ કે ગ્રામીણ વિસ્તારો, જંગલો અને સમુદ્રો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે