ઓપરેશન સિંદૂર : પાકિસ્તાનના પંજાબમાં ભારતની એર સ્ટ્રાઈક, હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના આતંકી મદરેસાઓને ફૂંકી માર્યા

India Airstrikes Pakistan Bahawalpur : ભારતે પહેલીવાર આ પ્રકારનો પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો છે. પાકિસ્તાનના પંજાબના બહાવલપુરમાં સક્રિય આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. મધ્યરાત્રિએ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના મદરેસાઓને ભારતની મિસાઇલોએ ફૂંકી માર્યા છે.

ઓપરેશન સિંદૂર : પાકિસ્તાનના પંજાબમાં ભારતની એર સ્ટ્રાઈક, હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના આતંકી મદરેસાઓને ફૂંકી માર્યા

India Bahawalpur Air Strike : ભારતે મધ્યરાત્રિએ પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ખાસ વાત એ છે કે જે 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા તેમાં પાકિસ્તાનના પંજાબમાં બહાવલપુરનો પણ સમાવેશ થાય છે. આ વખતે, ફક્ત પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા નથી, ભારતે પાકિસ્તાની પંજાબમાં પણ આતંકવાદીઓને ખતમ કરી દીધા છે. બહાવલપુર જૈશના આતંકવાદી નેતા મસૂદ અઝહરનું ગૃહનગર છે. આ પછી ભારતીય સેનાએ બદલો લેવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના F-16 અને JF-17 ફાઇટર પ્લેનને તોડી પાડ્યા. મોટી વાત એ છે કે ભારતે આકાશ મિસાઇલથી પાકિસ્તાનના JF-17 જેટને તોડી પાડ્યું હતું.

Zee ન્યૂઝ સાથે વાત કરતા એક ડિફેન્સ એક્સપર્ટ કહ્યું કે આ ચોક્કસપણે ભારત દ્વારા એક વિશાળ વિસ્તાર પર કરાયેલ હવાઈ હુમલો છે. બહાવલપુરમાં પણ હવાઈ હુમલો થયો છે એટલે કે પાકિસ્તાનના પંજાબમાં કાર્યવાહી થઈ રહી છે. જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક બહાવલપુરમાં જ છે. મસૂદ અઝહરની સાથે હાફિઝ સઈદના આતંકવાદી મદરેસાને પણ મિસાઈલ હુમલામાં ઉડાવી દેવામાં આવ્યો છે. ફૈસલાબાદ, મુદિરકે, કોટલી, મુઝફ્ફરાબાદમાં મોટા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. શરૂઆતના અહેવાલો મુજબ 70 આતંકવાદીઓ માર્યા ગયા છે.

બહાવલપુરમાં જ આતંકવાદીઓની ફેક્ટરી

બહાવલપુરમાં જ પાકિસ્તાની આતંકવાદીઓની ફેક્ટરી છે. મધ્યરાત્રિએ થયેલા હવાઈ હુમલામાં આતંકવાદી મસૂદ અઝહરની મદરેસાઓ નષ્ટ થયા છે. આ જૈશ-એ-મોહમ્મદનો ગઢ છે, જ્યાંથી આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી અને ભારતમાં ઘુસણખોરી કરાવવામાં આવતી હતી. દુનિયાને બતાવવા માટે જૈશના બહાવલપુર મુખ્યાલયમાં ચેરિટી કાર્ય કરવામાં આવતું હોવાનું કહેવામાં આવતું હતું. આતંકવાદીઓને અહીંથી તાલીમ આપવામાં આવતી હતી. ભારતીય હવાઈ હુમલામાં બહાવલપુરમાં જૈશના મુખ્યાલય તેમજ મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્યાલયને ઉડાવી દેવામાં આવ્યું છે. ઝી ન્યૂઝના અહેવાલ મુજબ, મસૂદ અઝહર તાજેતરમાં બહાવલપુર મદરેસાની આસપાસ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, શક્ય છે કે આ આતંકવાદીઓનો નેતા પણ ભારતના હુમલામાં માર્યો ગયો હોય.

 

— Zee News (@ZeeNews) May 6, 2025

જૈશ બહાવલપુર આતંકવાદી મદરેસામાં આતંકવાદીઓની ભરતી કરતો હતો અને ભંડોળ એકત્ર કરતો હતો. આ પછી આતંકવાદીઓને બીજા સ્તરની તાલીમ માટે પીઓકે મોકલવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારતીય સંસદ પર હુમલો અને પુલવામા હુમલો પણ બહાવલપુર કેમ્પમાંથી જ પ્લાન કરવામાં આવ્યો હતો. હવે ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો આતંકવાદીઓની ફેક્ટરીને ઉડાવીને લીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news