Indian Railway Fare Hike : 1 જુલાઈ પહેલા ટિકિટ બુક કરી હશે તો શું હવે ચૂકવવું પડશે વધેલું ભાડું ? રેલવેએ આપ્યો જવાબ
Railway Ticket Fare Hike : 1 જુલાઈથી રેલવેએ ટ્રેન ભાડામાં વધારો કર્યો છે. સ્લીપરથી એસી કોચના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આજથી મેલ અને એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં વધારો થયો છે. આ વધારો અંતર અનુસાર કરવામાં આવ્યો છે.
Trending Photos
Railway Ticket Fare Hike : 1 જુલાઈથી રેલ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. સ્લીપરથી એસી કોચ સુધીના ભાડામાં આજથી વધારો લાગુ થયો છે. આ વધારો અંતર પ્રમાણે લાગુ પડશે. ત્યારે લોકોના મનમાં એક પ્રશ્ન છે કે જેમણે 1 જુલાઈ પહેલા ટિકિટ બુક કરાવી છે તેમનું શું ? શું તેમણે મુસાફરી દરમિયાન વધારાનું ભાડું ચૂકવવું પડશે ?
શું TTE મુસાફરી દરમિયાન વધારાનું ભાડું વસૂલશે ?
1 જુલાઈથી રેલવે ભાડામાં વધારો થયો છે. જેમણે 1 જુલાઈ પહેલા એટલે કે જૂના દરે ટિકિટ બુક કરાવી છે, તો શું ટિકિટનું વધેલું ભાડું તેમની પાસેથી વસૂલવામાં આવશે તે અંગે મૂંઝવણમાં છે. રેલવે મંત્રાલયે લોકોના આ પ્રશ્નનો જવાબ પણ આપ્યો છે. રેલવેએ પોતાના નોટિફિકેશનમાં સ્પષ્ટતા કરી છે કે જેમણે 1 જુલાઈ પહેલા જૂના ભાડા પર ટિકિટ બુક કરાવી છે, તેમની પાસેથી વધેલું ભાડું વસૂલવામાં આવશે નહીં. એટલે કે, મુસાફરી દરમિયાન TTE તમારી પાસેથી વધારાનો ચાર્જ વસૂલ કરી શકશે નહીં.
1 જુલાઈથી નવું ભાડું
રેલવેએ સ્પષ્ટતા કરી છે કે નવું ભાડું 1 જુલાઈથી લાગુ થશે. તે પહેલાંનું બુકિંગ અને તેનું ભાડું એ જ રહેશે. તેમાં કોઈ ફેરફાર થવાનો નથી. તમને જણાવી દઈએ કે 1 જુલાઈ, 2025થી રેલવેએ ભાડામાં વધારો કર્યો છે. વર્ષ 2020 પછી પહેલી વાર ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. 1 જુલાઈથી મહત્તમ ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જનરલ નોન-એસી સ્લીપર ક્લાસ અને ફર્સ્ટ ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 50 પૈસાનો વધારો થયો છે. તેવી જ રીતે મેલ અને એક્સપ્રેસ નોન-એસી ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. એસી ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થયો છે.
જેટલું અંતર વધુ એટલું ભાડું વધુ
રેલવે દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, જનરલ નોન-એસી ટ્રેનોમાં બીજા વર્ગ માટે 500 કિમી સુધીના અંતર માટે ભાડામાં કોઈ વધારો થશે નહીં. 501-1500 કિમીના અંતર માટે ભાડામાં 5 રૂપિયાનો વધારો થશે, 1501-2500 કિમીના અંતર માટે ટિકિટ ભાડામાં 10 રૂપિયાનો વધારો થશે, અને 2501-3000 કિમીના અંતર માટે ભાડામાં 15 રૂપિયાનો વધારો થશે. ફર્સ્ટ ક્લાસ અને સ્લીપર માટે ભાડામાં પ્રતિ કિલોમીટર અડધા પૈસાનો વધારો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે