બંગાળની ખાડીથી ભાગતી ભાગતી આવી રહી છે તબાહી, હવામાન ખાતાએ કહ્યું- સાવધાન રહો
દેશના વિવિધ ભાગોમાં હાલ હવામાનમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યા છે. પૂર્વથી લઈને પશ્ચિમ સુધી આકરો તાપ પડી રહ્યો છે અને લોકો બળબળતી ગરમીથી હેરાન પરેશાન છે. જ્યારે દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં ગરમીથી રાહત મળે તેવા એંધાણ છે. પરંતુ જોખમ પણ તોળાઈ રહ્યું છે.
Trending Photos
હવામાન વિભાગે તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અંગે ચેતવણી જાહેર કરી છે. પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્ર (આરએમસી)એ જણાવ્યું કે રવિવાર બાદ હવે સોમવારે તમિલનાડુના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. IMD એ બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વમાં ચક્રવાત અનૂકળ જે મૌસમી હાલાત બની રહ્યા છે તેને પગલે ભારે વરસાદની આગાહી કરી છે.
IMD મુજબ કોઈમ્બતુરની સાથે સાથે નિલગીરી, થેની, ડિંડીગુલ અને તેનકાસી જિલ્લાઓ માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. રવિવારે રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા તથા ભારે પવન સાથે વરસાદ નોંધાયો. પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્ર મુજબ વર્તમાન મૌસમની એક પેટર્ન એક ચક્રવાતી પરિસ્થિતિ બનવાનું કારણ છે. જે સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટર સુધી ફેલાયેલી છે. આ સાથે એક ટ્રફ (હળવા દબાણનું ક્ષેત્ર) મધ્ય મહારાષ્ટ્રથી ઉત્તરી તમિલનાડુ સુધી અને ઈન્ટરનલ કર્ણાટકના રસ્તે ફેલાયેલું છે.
અનેક વિસ્તારોમાં વરસાદ
દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ એક હળવા દબાણનું ટ્રફ વરસાદમાં યોગદાન આપી રહ્યું છે. દક્ષિણ તમિલનાડુમાં 5 એપ્રિલના રોજ ભારે વરસાદ પડ્યો. તિરુપુર ઉત્તરમાં 11 સેમી વરસાદ નોંધાયો. જ્યારે કન્યાકુમારીના કોઝીપોરવિલઈમાં 19 સેમી વરસાદ પડ્યો. આ ઉપરાંત ચેન્નાઈમાં રવિવારે વાદળો છવાયેલા રહ્યા.
તાપમાનના હાલ
હવામાન વૈજ્ઞાનિકોએ કહ્યું કે તમિલનાડુ પર પહેલા બનેલું ચક્રવાતી દબાણ નબળું પડ્યું છે. આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફારની આશા નથી. જો કે 7થી 9 એપ્રિલ વચ્ચે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ વિસ્તારોમાં 2-3 ડિગ્રી સેલ્સિયસના વધારાની આશા છે. આ સમયગાળા દરમિયાન દિવસનું તાપમાન વધી શકે છે. તમિલનાડુમાં હાલ ચાલી રહેલા પૂર્વોત્તર મોનસુન દરમિયાન મૌસમી સરેરાશથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં 447 મિમી વરસાદ નોંધાયો. જે હવામાન ધારાધોરણ 393 મીમીથી વધુ છે. ફક્ત ચેન્નાઈમાં 845 મીમી વરસાદ પડ્યો છે. જે સરેરાશથી 16 ટકા વધુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે