Stock Market Crash: ટેરિફની તબાહીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 3000 પોઈન્ટનો કડાકો, પળભરમાં ₹180000000000000નું ધોવાણ

Stock Markets Today: અમેરિકી બજારોમાં સતત ત્રણ દિવસમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે અને અમેરિકામાં આવેલા આ કડાકાની  ચપેટમાં એશિયન બજારો પણ આવી ગયા. આજનો દિવસ દેશ માટે બ્લેક મન્ડે સાબિત થઈ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી ભારે કડાકા સાથે ખુલ્યા. 

Stock Market Crash: ટેરિફની તબાહીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 3000 પોઈન્ટનો કડાકો, પળભરમાં ₹180000000000000નું ધોવાણ

ડોનાલ્ડ ટ્ર્મ્પ તરફથી ટેરિફની જાહેરાત બાદ દુનિયાભરના બજારોમાં ભારે કોહરામ મચ્યો છે. અમેરિકી બજારોમાં સતત ત્રણ દિવસથી જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો અને અમેરિકામાં આવેલા આ કડાકામાં એશિયન બજારોનું પણ ધોવાણ થઈ રહ્યું છે. એટલે કે હવે જે વાતનો ડર હતો એ થઈ રહ્યું છે. એશિયન બજારોમાં તગડા ઘટાડાની અસર સપ્તાહના પહેલા દિવસે સોમવારે ભારતીય બજારો પર જોવા મળી રહી છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી તૂટ્યા. પ્રી ઓપન માર્કેટમાં બંને લગભગ 5 ટકાના મોટા કડાકા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા. પ્રી ઓપન માર્કેટમાં જ સેન્સેક્સ -4007.14 સુધી તૂટ્યો અને 71,357.55 પર પહોંચી ગયો. ત્યારબાદ જ્યારે માર્કેટ ઓપન થયું તો  બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરવાળો સેન્સેક્સ 3000 પોઈન્ટથી વધુના કડાકા સાથે ઓપન થયો અને 72,296.51 અંકના મોટા કડાકા સાથે ખુલ્યો. અને બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 1000થી વધુ અંક ગગડીને ટ્રેડ થતો જોવા મળ્યો. શરૂઆતના કારોબારમાં ટાટા મોટર્સથી લઈને મઝગાંવ ડોક સુધીના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો. 

મળી રહ્યા હતા સંકેત, વૈશ્વિક બજારો બેહાલ
ભારતીય શેર બજાર માટે અગાઉથી જ સંકેત મળી રહ્યા હતા કે સોમવારનો દિવસ ભારે રહેશે. ટેરિફની અસરના પગલે અમેરિકાના પ્રમુખ સ્ટોક એક્સચેન્જ એસએન્ડપી 500 ફ્યૂચર્સમાં 4.31%નો કડાકો આવ્યો. નાસ્ડેક ફ્યૂચર્સ 5.45% તૂટ્યો. જાપાનનું નિક્કેઈ 7.8% ધડામ થયું. જ્યારે દક્ષિણ કોરિયાનું બજાર 4.6% ધડામ થયું. એશિયન બજારોની વાત કરીએ તો ભારતનું ગિફ્ટ નિફ્ટી 3.58 ટકા તૂટીને ટ્રેડ થઈ રહ્યું છે. હોંગકોંગનું હેંગસેંગ બજાર 9.81 ટકા તૂટીને કારોબાર કરી રહ્યો છે. તાઈવાનનું બજાર 10.64 ટકાના નુકસાન પર ટ્રેડિંગ કરી રહ્યું છે. 

શું છે અત્યારે સ્થિતિ
લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો હાલ 9.30 વાગે નિફ્ટી 823.35 પોઈન્ટના  કડાકા સાથે 22081.10 પોઈન્ટ પર જોવા મળી રહ્યો છે જ્યારે સેન્સેક્સ 2572.29  પોઈન્ટ તૂટીને 72792.40 પોઈન્ટ પર જોવા મળી રહ્યો છે. 

કયા શેરમાં હાહાકાર
મની કંટ્રોલના રિપોર્ટ મુજબ ટોપ લૂઝર્સમાં ટાટા સ્ટીલ,ટ્રેન્ટ, ઈન્ફોસિસ, ટાટા મોટર્સ, હિન્દાલ્કો, ટેક મહિન્દ્રા, ઓએનજીસી, બજાજ ઓટો, ભારત ઈલે., એચસીએલ ટેક, લાર્સન વગેરેના શેરો સામેલ છે. 

વર્ષનો સૌથી મોટો કડાકો
ભારતીય શેર બજારમાં સોમવારે 5 વર્ષનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો. પ્રી ઓપનિંગમાં લગભગ 4000 પોઈન્ટનો કડાકો ઝેલીને સેન્સેક્સ 3000 અંક ડૂબકી ખાઈ ખુલ્યો. કોરોનાકાળમાં માર્ચ અને એપ્રિલ 2020 બાદ આ સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. શેર બજારોમાં આવેલી આ સૂનામીથી રોકામકારોના 18 લાખ રૂપિયા સ્વાહા થઈ ગયા. બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ગણતરીની પળોમાં 18 લાખ કરોડ ઘટી ગઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news