Night Skincare Routine: ચમકદાર અને સુંદર ત્વચા માટે રાત્રે ફોલો કરો આ ખાસ સ્કિન કેર રુટીન

Night Skincare Routine: સ્કિન કેર દિવસે જ નહીં રાત્રે પણ કરવી જોઈએ. રાત્રે સ્કિન કેર રુટીન ફોલો કરવાથી ત્વચા હેલ્ધી, સુંદર અને ગ્લોઈંગ રહે છે.  નાઈટ સ્કિન કેર રુટીનના આ 4 ઈઝી સ્ટેપ કોઈપણ વ્યક્તિ ફોલો કરી શકે એવા છે. 
 

Night Skincare Routine: ચમકદાર અને સુંદર ત્વચા માટે રાત્રે ફોલો કરો આ ખાસ સ્કિન કેર રુટીન

Night Skincare Routine: દિવસ હોય કે રાત ત્વચાને સંભાળની જરૂર પડે છે. ઘણા લોકો દિવસે તો પ્રોપર સ્કીન કેર કરે છે પરંતુ રાત્રે જ્યારે સૌથી વધુ જરૂર હોય છે ત્યારે ચહેરાને સાફ પણ કરતા નથી. નાઈટ સ્કીન કે રૂટીનને અવોઇડ કરવાની આદત ખરાબ સાબિત થઈ શકે છે. તેના કારણે ત્વચા પર ખીલ, ડાઘ અને કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે. રાત્રે સ્કિન રિલેક્સ થાય છે અને રીપેર પણ થાય છે. તેથી આ સમયે સ્કીન કેર પર ધ્યાન આપવું વધારે જરૂરી હોય છે. નાઈટ સ્કીન કેરમાં વધારે કઈ લપ કરવી પણ નથી પડતી. આજે તમને 7 ચાર ઇઝી સ્ટેપ જણાવીએ જેને તમે સરળતાથી ફોલો કરી શકો છો. 

નાઈટ સ્કિન કેર રુટીનના 4 બેઝીક સ્ટેપ

ક્લીન્સિંગ 

સવારે જાગીને આપણે બધા જ ચહેરાને સારી રીતે ક્લીન કરીએ છીએ આ સ્ટેપને રાત્રે પણ ફોલો કરવું જરૂરી છે. દિવસ દરમિયાન ચહેરા પર ધૂળ, માટી, ગંદકી અને પ્રદૂષણના કણ ચીપકી ગયા હોય છે. તેને સાફ કરીને જ સૂવું જોઈએ. જો રાત્રે ત્વચાને ક્લીન કરવામાં ન આવે તો ઓપન પોર્સની સમસ્યા થઈ શકે. તેથી રાત્રે સુતા પહેલા સ્કીન ટાઇપને અનુસાર ક્લીંન્ઝરની મદદથી ચેહરાને સાફ કરી લેવો.

ચેહરાને સાફ કર્યા પછી ચહેરાને મોઈશ્ચુરાઈઝ કરવો જરૂરી છે. તેનાથી ત્વચાને મોઈશ્ચર મળે છે અને ત્વચા હાઇડ્રેટ રહે છે. જો તમે ક્લીનિઝિંગ પછી મોસ્ચરાઇઝર નથી લગાડતા તો ત્વચા બેજાન અને ડ્રાય થઈ જાય છે. તેથી નાઈટ સ્કીન કે રૂટિનમાં પણ મોઈશ્ચુરાઈઝર અપ્લાય કરો. 

સીરમ લગાવો 

ચેહરા પર મોઈશ્ચુરાઈઝર લગાડી બે મિનિટ પછી સીરમ અપ્લાય કરો. સીરમ લગાડવું ખૂબ જ જરૂરી છે. સ્કિન ટાઈપના અનુસાર તમે સીરમ પસંદ કરી શકો છો. જો તમારા ચહેરા પર ડાઘ વધારે હોય તો વિટામીન સી યુક્ત સીરમનો ઉપયોગ કરવો. સીરમ લગાડવાથી ચહેરા પરની કરચલીઓ ઓછી થાય છે અને ત્વચા યુવાન અને સુંદર દેખાય છે. 

લીપ બામ 

ચેહરાની આટલી માવજત કર્યા પછી હોઠ પર મોઈશ્ચુરાઈઝર અથવા તો લિપ બામ અપ્લાય કરો. રાત્રે સુતા પહેલા હોઠ પર લીપ બાન લગાડવું જરૂરી છે. તેનાથી હોટ ફાટશે નહીં અને ત્વચા સોફ્ટ રહેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news