જો ગરોળી કરડી જાય તો શું થશે? કેટલા વર્ષો સુધી તે દીવાલને ચોંટીને રહે છે?
Lizard Bite: ગરોળી લગભગ દરેકના ઘરમાં જોવા મળી જશે. ઘણા લોકો ગરોળીથી ડરતા પણ હોય છે. લોકોને ડર હોય છે કે ગરોળી તેને કરડી શકે છે. આજે અમે તમને ગરોળી વિશે કેટલીક રસપ્રદ માહિતી આપીશું.
Trending Photos
Lizard Bite Effects: લોકોને ઘણીવાર ગરોળીનો ડર હોય છે, ખાસ કરીને જો તેઓ કરડે તો શું થશે. નિષ્ણાતો કહે છે કે ગરોળી ખતરનાક છે અથવા માણસને કરડે છે તે એક દંતકથા છે. હકીકતમાં, ગરોળી સ્વભાવે ખૂબ જ શરમાળ હોય છે અને ત્યારે જ કરડે છે જ્યારે તેમની પાસે પોતાનો બચાવ કરવાનો બીજો કોઈ રસ્તો ન હોય.
નિષ્ણાંતો પ્રમાણે ગરોળીના શરીરમાં કેટલાક વાયરસ હોઈ શકે છે, પરંતુ તે આપણા ઘરમાં જોવા મળતા અન્ય જીવજંતુઓની તુલનામાં ઓછી ખતરનાક હોય છે. જો ક્યારેય ગરોળી કરડે તો પણ સામાન્ય ઉપચારથી ઠીક થઈ શકાય છે. જો કોઈને ગરોળી કરડ્યા બાદ ખંજવાળ, બળતરા કે અન્ય કોઈ ગંભીર લક્ષણનો અનુભવ થાય તો તત્કાલ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ગરોળીઓ રોશની તરફ આકર્ષિત થાય છે કારણ કે તેનો પોતાના શિકાર જેમ કે મચ્છર, કીટ અને જીવજંતુ પકડવામાં સરળતા રહે છે. આ કારણ તે રાતના સમયે બલ્બ કે ટ્યુબલાઇટની આસપાસ જોવા મળે છે. પરંતુ કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગરોળી ક્યારેક ફૂલ-પાંદડા પણ ખાઈ છે પરંતુ તેનો મુખ્ય આહાર નાના જીવજંતુ હોય છે.
એક રિપોર્ટ પ્રમાણે ગરોળીની ઉંમર 10થી 20 વર્ષ સુધી હોય છે. તે આટલા વર્ષો સુધી દીવાલોમાં ચોંટીને રહે છે. જ્યારે તેના પર કોઈ હુમલો કરે છે તો તે તેની પૂંછ અલગ કરી દે છે જેથી શિકાર કરનાર ભ્રમિત થઈ જાય અને તેને ભાગવાની તક મળી જાય. ગરોળી પાણી વગર પણ લાંબા સમય સુધી જીવીત રહી શકે છે અને દુનિયાભરના દરેક ખુણામાં જોવા મળે છે.
ગરોળી સામાન્ય રીતે મનુષ્યો માટે નુકસાનકારક હોતી નથી. તે કરડે એ દુર્લભ છે અને જો કરડી જાય તો ગભરાવાની જરૂર નથી, કારણ કે તેમાં ઝેર હોતું નથી. તેમ છતાં આ વિશે એક્સપર્ટની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે