દુનિયાનો સૌથી હાઈએસ્ટ પેડ એક્ટર, 1 વર્ષમાં કરી 809.95 કરોડની કમાણી, કુલ નેટવર્થ 3,670,00,00,000
World Highest-Paid Actor: કોવિડ પછી મનોરંજન ઉદ્યોગ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓની ફિલ્મો બોક્સ ઓફિસ પર મોટી હિટ રહી હતી. તેમ છતાં, જ્યારે પણ તેમની નેટવર્થની વાત આવે છે, ત્યારે અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જેવા મોટા સુપરસ્ટારના નામ સામે આવે છે, પરંતુ આજે અમે તમને એક એવા અભિનેતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે નેટવર્થ અને કમાણીના સંદર્ભમાં આ મેગાસ્ટાર્સને પાછળ છોડી દીધા છે.
અનેક દિગ્ગજોને પાછળ છોડ્યા
કોવિડ-૧૯ પછી ફિલ્મ ઉદ્યોગમાં મોટા ફેરફારો થયા છે. પહેલા જે સ્ટાર્સ દર વખતે હિટ ફિલ્મો આપતા હતા, હવે તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી રહી નથી. છતાં, જ્યારે પણ કોઈ સેલિબ્રિટીની કમાણી અથવા નેટવર્થની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને અક્ષય કુમારના નામ ધ્યાનમાં આવે છે. પરંતુ હવે એક એવો અભિનેતા ઉભરી આવ્યો છે જેણે કમાણીની બાબતમાં બધાને પાછળ છોડી દીધા છે.
બન્યો દુનિયાનો સૌથી હાઈએસ્ટ પેડ એક્ટર
આ અભિનેતાએ તાજેતરમાં કોઈ મોટી હિટ ફિલ્મ આપી નથી, છતાં તે સતત દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતાના લિસ્ટમાં ટોપ પર છે. ન તો તેની ફિલ્મો થિએટરમાં આવે છે ન તેની વધુ ચર્ચા થાય છે. તેમ છતાં તેનું બેંક બેલેન્સ દર વર્ષે વધી રહ્યું છે. કારણ છે ઓટીટી પ્લેટફોર્મ, ખાસ કરી નેટફ્લિક્સ, જેના દ્વારા તે કરોડોની કમાણી કરી રહ્યો છે. શું તમે આ એક્ટરને ઓળખો છો?
5 વર્ષમાં બની ગયો દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા
અમે વાત કરી રહ્યાં છીએ બોલીવુડના ફેમસ કોમેડી એક્ટર એડમ સેન્ડલરની. તેણે છેલ્લી હિટ ફિલ્મ 2019મા આપી હતી Uncut Gems. ત્યારબાદ તેણે મોટા ભાગની ફિલ્મો નેટફ્લિક્સ માટે કરી છે. 2020મા નેટફ્લિક્સે તેની સાથે 4 ફિલ્મોની ડીલ કરી હતી, જેની કિંમત 275 મિલિયન ડોલર (2,296.25 કરોડ) હતી. આ કોઈ એક્ટરની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે અને આ ડીલે તેને દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બનાવી દીધો.
OTT પર ફિલ્મને મળ્યા 46.7 મિલિયન વ્યૂઝ
નેટફ્લિક્સને આ સોદો ફાયદાકારક લાગ્યો કારણ કે 2015 થી 2019 ની વચ્ચે, એડમની ફિલ્મો પ્લેટફોર્મ પર 120 અબજ મિનિટ સુધી જોવામાં આવી હતી. આ સોદા પછી, તેણે મર્ડર મિસ્ટ્રી 2, સ્પેસમેન અને તાજેતરમાં રિલીઝ થયેલી હેપ્પી ગિલમોર 2 જેવી ફિલ્મો કરી. હેપ્પી ગિલમોર 2 એ નેટફ્લિક્સ પર રિલીઝ થતાંની સાથે જ એક રેકોર્ડ બનાવ્યો, જેને યુએસમાં પહેલા અઠવાડિયામાં 46.7 મિલિયન વ્યૂઝ (46,700,000 વ્યૂઝ) મળ્યા, જે તેને અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી અમેરિકન ફિલ્મ બનાવી.
બન્યો ઓટીટીની દુનિયાનો સૌથી મોટો સ્ટાર
આ સફળતાને કારણે, એડમ સેન્ડલર 2023 અને 2024 માં સતત બે વર્ષ માટે વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા બન્યા. તેમની $275 મિલિયન (2,296.25 કરોડ) ની ડીલ તેમને આ સ્થાને જાળવી રાખી. ફક્ત 2023 માં, તેમણે $97 મિલિયન (809.95 કરોડ) ની કમાણી કરી, જે ટોમ ક્રૂઝ, ડ્વેન જોહ્ન્સન અને માર્ગોટ રોબી જેવા સ્ટાર્સ કરતા વધુ હતી. હવે તે OTT દુનિયાનો સૌથી મોટો સ્ટાર બની ગયો છે, જે થિયેટર રિલીઝ વિના પણ રાજ કરી રહ્યો છે.
Trending Photos