Tulsi Plant: ચોમાસામાં તુલસીની માટીમાં મિક્સ કરી દો આ ખાતર, છોડના મૂળ મજબૂત થશે અને ગ્રોથ પણ ઝડપથી થશે
Tulsi Plant Care in Monsoon: તુલસીની છોડ ઔષધીય ગુણથી ભરપુર હોય છે. હિંદુ ધર્મમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે. પરંતુ ચોમાસામાં જો તુલસીના છોડની યોગ્ય માવજત કરવામાં ન આવે તો છોડના પાન ખરી જાય છે. છોડના મૂળ સડી જાય છે. વરસાદી વાતાવરણમાં તુલસીનો છોડ ઝડપથી વધે તે માટે આ ટીપ્સ અપનાવી શકાય છે.
ચોમાસું
ચોમાસામાં તુલસીના છોડનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ સમયે યોગ્ય ખાતર ઉમેરવામાં આવે તો છોડ બમણી ઝડપથી વધી શકે છે.
વધારે પાણી ન આપવું
વરસાદી વાતાવરણમાં તુલસીના છોડમાં વધારે પાણી ન આપવું. વધારે પાણીના કારણે તુલસીના મૂળ સડવા લાગે છે. તેથી ચોમાસામાં તુલસીમાં ઓછું પાણી રેડવું.
ખાતર
ઘણા લોકો તુલસીમાં ખાતર વધારે પ્રમાણમાં નાખવા લાગે છે પરંતુ વધારે ખાતર પણ તુલસીની માટીને ખરાબ કરી શકે છે.
સરસવ ખલી
જો તુલસીનો છોડ વધતો ન હોય તો તુલસીની માટીમાં સરસવની ખલીનો પાવડર કરી ઉમેરી દેવો. સરસવના ખોળથી તુલસીનો છોડ ઝડપથી વધશે.
તુલસીનો છોડ
તુલસીનો છોડ સારી રીતે વધે તે માટે તેનું કટિંગ કરવું પણ જરૂરી છે. તુલસીના માંજર સાફ કરવા, સુકાયેલી ડાળી અને પાનને સાફ કરતા રહેવું.
Trending Photos