અમદાવાદની યુવતીનો મોત પહેલાનો વીડિયો, અગાશી પર ઉભી રહીને આપઘાતની કરી રહી હતી વાતો
Ahmedabad Girl Suicide Case : અમદાવાદના ચાંદખેડામાં પ્રેમીના ત્રાસથી આપઘાત મામલે યુવતીનો વીડિયો આવ્યો સામે. મજાક મજાકમાં આપઘાતની વાતો કરતી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. યુવતીના આપઘાત બાદ વાયરલ વીડિયો અંગે પોલીસે શરૂ કરી તપાસ.
બે યુવકોએ યુવતીનો વીડિયો બનાવી બ્લેકમેલ કર્યા હતા
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ચાંદખેડા વિસ્તારમાં યુવતીએ 14મા માળેથી છલાંગ મારી આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રેમીએ ન્યુડ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરતા યુવતીએ આપઘાત કર્યો હતો. મૃતક યુવતી અને મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા વચ્ચે પ્રેમસંબંધ હતો. પરંતુ બાદમાં હાર્દિક રબારી અને મોહિતે બંનેએ યુવતીનો ન્યુડ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરી હતી. મૃતક યુવતીએ મોહિતને રૂપિયા 6000 આપ્યા હતા અને પોતાની સોનાની ચેઇન પણ ગીરવે મુકાવી હતી. પરંતુ તેમ છતાં યુવતી છેતરાઈ હતી.
પોલીસ ફરિયાદ બાદ ફરી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું
ન્યુડ વીડિયો ડિલીટ કરવા માટે યુવતી પોતાના મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસની હાજરીમાં વીડિયોઝ ડિલીટ થયા હોવા છતાં આરોપીઓ ફરીથી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. મૃતક યુવતી વિડિયો વાયરલ થવાની ડરથી જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મોહિત મકવાણાંની પણ ધરપકડ કરી છે. બીજી બાજુ પોલીસ ફરાર થયેલા હાર્દિક રબારીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
યુવતી મોહિતને પ્રેમ કરતી હતી
યુવતીના મોહિત મકવાણા નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. આરોપ છે કે, મોહિત અને તેના એક મિત્રએ મળીને યુવતીનો અશ્લીલ વીડિયો બનાવી તેનું બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીએ અગાઉ આ વીડિયો મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ સતત થતા ત્રાસથી યુવતીમાં હિંમત તૂટતા આખરે તેણે જીવ ગુમાવી દીધો.
યુવતીનો આપઘાતનો મજાકનો વીડિયો વાયરલ
ચાંદખેડામાં પ્રેમીના ત્રાસથી આપઘાત કિસ્સામાં યુવતીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે મજાક મજાકમાં આપઘાતની વાતો કરતી હોવાનું સામે આવ્યું છે. યુવતી કહી રહી છે કે, પ્લાન કેન્સલ,.. હુ હવે બીજા માળેથી કુદીશ, જેથી હું જીવતી બચી શકું..અહીંથી કુદીશ તો મારા હાડકા પણ નહીં મળે.. સળગાવવા માટે કંઇક તો જોઇએ ને..
હાર્દિક રબારીની ધરપકડ
આ કેસમાં પોલીસે વધુ એક આરોપી હાર્દિક રબારી ધરપકડ કરી છે. હાર્દિક રબારી અને મોહિત મકવાણા ભેગા મળી યુવતીને બ્લેક મેઇલ કરતા હતા. ચાંદખેડા પોલીસે અગાઉ પ્રેમી મોહિતની ધરપકડ કરી હતી. આત્મહત્યા મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Trending Photos