Air Travel Safety Tips: આ 4 ગેજેટ્સ સાથે રાખી હવાઈ મુસાફરી ન કરવી, આ ભુલથી જીવ મુકાઈ જશે જોખમમાં

Air Travel Safety Tips: અમદાવાદ એરપોર્ટ ખાતેથી લંડન માટે રવાના થયેલી ફ્લાઈટ ક્રેશ થઈ જતા ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે. હવાઈ મુસાફરી દરમિયાન ખૂબ જ તકેદારી રાખવામાં આવે છે. તેમ છતાં ઘણીવાર દુર્ઘટના સર્જાતી હોય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ કેટલાક ગેજેટ ફ્લાઈટમાં લઈ જવાની મનાઈ હોય છે. આ ગેજેટ સાથે મુસાફરી જીવ જોખમમાં મુકી શકે છે.
 

મોટી પાવર બેંક

1/5
image

જે લોકો પ્લેનમાં મુસાફરી કરતા હોય તેમણે વધારે પાવરની પાવરબેન્ક સાથે રાખવી નહીં. પાવર બેન્ક સાથે રાખવી સુરક્ષિત નથી. તેનાથી પ્લેનમા આગ લાગવાની ઘટના બની શકે છે.  

ઈ સિગારેટ અથવા વેપ

2/5
image

એર પ્લેનમાં ઈ સિગારેટ કે વેપ લઈને પણ ન જવું જોઈએ. ઈ સિગારેટમાં નિકોટિન અને લિથિયમ બેટરી હોય છે જેનાથી પણ આગ લાગવાનું જોખમ રહે છે. પ્લેનમાં આ વસ્તુઓનો ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે.  

લેઝર પોઈન્ટર્સ

3/5
image

લેઝર પોઈન્ટર્સ અને લેઝર પેન જેવી વસ્તુઓ પણ સાથે રાખવી ખતરનાક સાબિત થઈ શકે છે. લેઝર પોઈન્ટર્સ પાયલોટને નુકસાન કરી શકે છે. જેનાથી અન્ય પ્રવાસીઓનો જીવ પણ જોખમમાં પડી શકે છે.   

પોર્ટેબલ વાઈફાઈ કે હોટસ્પોટ

4/5
image

પોર્ટેબલ વાઈ ફાઈ કે હોટસ્પોટ પણ ફ્લાઈટમાં સાથે રાખવા નહીં. તેનાથી ઈંટરનેટનો ઉપયોગ થઈ શકે છે પરંતુ આ ડિવાઈસ એરપોર્ટના વાયરલેસ નેટવર્ક અને નેવિગેશન સિસ્ટમને અસર કરી શકે છે.  

5/5
image