ગુજરાતમાં ચોમાસાની થશે ઘાતક એન્ટ્રી! અહીં વૃક્ષો ધરાશાયી થાય અને છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશેઃ અંબાબાલ
Gujarat weather alert: ગુજરાતમાં હાલ વાવાઝોડાનું જોખમ તો ટળી ગયું છે. ત્યાં રાજ્યના તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો-પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. ત્યાં હવામાન વિભાગે 24થી 27 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપ્યું છે.
આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે એવી શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઉથ કોંકણ પૂર્વ મધ્ય અરબસાગર નજીક લૉ પ્રેસર બન્યું છે. આજે સાંજ સુધી લો પ્રેશર ડિપ્રેશન બની શકે છે. જેના કારણે અમદાવાદ-ગાંધીનગરમાં વીજળીના કડાકા થઈ શકે છે.
6 જૂન સુધી વરસાદની આગાહી, છાપરા ઊડી જાય તેવા પવનો ફૂંકાશેઃ અંબાલાલ
વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, હાલમાં વાવાઝોડુ નબળું પડ્યું છે. આજથી અરબી સમુદ્રમાં કોંકણ પાસે લો પ્રેશર બનવાની શરૂઆત થશે. 24થી 27 મે સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં આંધી-વંટોળ અને વરસાદ પણ રહેશે.
28 મેથી જૂનની શરૂઆત સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં આંધી સાથે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવનો ફૂંકાશે. રાજ્યમાં પવનની ગતિ વધારે રહેશે, જેના કારણે ચોમાસા પાક ઉપર ગંભીર અસર થઈ શકે છે.
વાવાઝોડાની સંભાવનાને પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો દરિયમાં કરંટ હોવાથી મહાકાય મોજા ઉછળી રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે જાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે 50 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા સુરતના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. સુરતના દરિયામાં હાલ ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જેના કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને જે પણ દરિયામાં છે તેઓ પરત ફરે તેવી સૂચના આપી છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદની સંભાવના
પરેશ ગોસ્વામીના જણાવ્યાં મુજબ, આજે (24 મે) વરસાદી સિસ્ટમ લો-પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ એવી શક્યતા છે. એટલે કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવનાર સમયમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે, જેમાં મુંબઈમાં અતિભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર સંકટ ઘેરું બન્યું છે. પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહેવાની શક્યતાઓ છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાક સુધી રહેશે. 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
કચ્છ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને દ્વારકામાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી, ડાંગમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. આ સાથે જ દીવ, દીમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
અરબી સમુદ્રમાં હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય થયું હોવાના કારણે વરસાદ વરસી રહ્યો છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. રાજકોટ, જુનાગઢ ,અમરેલી , પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
Trending Photos