અંબાલાલ પટેલની આગાહી : આ તારીખથી મોટો પલટો આવશે, ઓગસ્ટ મહિનો તોફાની જશે
Ambalal Patel Forecast : 3 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી... 15 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ...
15 ઓગસ્ટથી રાજ્યમાં વરસી શકે છે સાર્વત્રિક વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. જે મુજબ, 9 થી 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવા વરસાદ ઝાપટા આવશે. સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તાર વરસાદ આવી શકે છે. 15 ઓગસ્ટથી સામુદ્રિક સ્થિતિ સાનુકુળ બની રહી છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે, જે પૂર્વ મધ્યપ્રદેશથી ગુજરાતમાં વરસાદ લાવશે. 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ ભારે વરસાદ થવાની શક્યતા છે.
ક્યાં ક્યાં આવશે વરસાદ
આ નવી સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર જામનગર, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદરમાં હળવો વરસાદ આવી શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, હળવદ, મોરબી અને ધ્રાંગધ્રામાં ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતમાં વરસાદ લાવશે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને પંચમહાલના ભાગોમાં વરસાદ થઈ શકે છે.
મેઘ બનશે ત્યાં ચઢશે
અંબાલાલ પટેલે કહ્યું કે, કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 22 થી 24 ઓગસ્ટ પર્વતારોહણ મેઘ બનશે જ્યાં ચઢશે ત્યાં વધારે વરસાદ લાવશે. પર્યુષણમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થી આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. અંબાજીના ડુંગરાળ પ્રદેશોમાં વરસાદ લાવી શકે છે. 29 થી 30 ઓગસ્ટ ભારે વરસાદી ઝાપટા રાજ્યમાં પડી શકે છે.
પૂર જેવો વરસાદ આવશે
ઓગસ્ટના અંત સુધીમાં વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ બની શકે છે. નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે. 14 સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે. તો સાતમ આંઠમ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટાં પડશે. સૌરાષ્ટ્રમાં સાતમ આંઠમ દરમિયાન વરસાદી ઝાપટાં પડશે.
Trending Photos