ગુજરાતમાં વધુ એક બ્રિજ તૂટ્યો! જુનાગઢમાં કોઝવે તૂટતા હિટાચી મશીન સાથે લોકો નદીમાં પડ્યા

Junagadh Causeway Collapse : ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ તૂટ્યો છે. જુનાગઢના માંગરોળમાં જર્જિરિત બ્રિજનું સમારકામ શરૂ કરાયું અને સ્લેબ ધરાશાયી થયો. જેથી 8થી વધુ લોકો 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. આ તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. 
 

1/5
image

કેશોદના માધવપુરથી જોડતો આજકનો કોઝવે આજે સવારે અચાનક તૂટી પડ્યો હતો. કોઝવેના સમારકામ દરમિયાન આ ઘટના બની હતી. સ્લેબ તૂટી જતા કોઝવે ધડામ થયો હતો. કોઝવે સાથે કેટલાક લોકોની નીચે પડ્યા હતા. સદનસીબે કોઈ પણ જાનહાનિ ન થઈ. સ્લેબ ધરાશાયી થયો ત્યારે હિટાચી મશીન અને લોકો નીચે પડ્યા હતા.

માંગરોળમાં પુલ તૂટવાની ઘટનામાં તંત્રનો મોટો ખુલાસો!

2/5
image

જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક- આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરીત પુલ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે કે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરીત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પૂલ પાડવાની આ કામગીરી ચાલતી હતી એ દરમિયાન પુલનો સ્લેપ નો એક મોટો ભાગ નીચે પડ્યો હતો. જેમાં કોઈ જાનહાની થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી, તેવી તેઓએ સ્પષ્ટતા કરી છે.

રાજ્યની 4 મહાનગર પાલિકામાં 39 બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનો ખુલાસો... 

3/5
image

સરકારી આંકડા અનુસાર, રાજ્યમાં કોર્પોરેશન વિસ્તારોમાં કુલ ૩૬૪ બ્રિજ આવેલા છે. જે પૈકી ૨૩૧ બ્રિજ ખુબ સારી સ્થિતિમાં, ૮૯ બ્રિજ સારી સ્થિતિમાં તેમજ ૩૯ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૭૯ બ્રિજમાંથી ૬૧ બ્રિજ ખુબ સારી સ્થિતિમાં, ૧૦ બ્રિજ સારી સ્થિતિમાં અને ૦૩ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે. તેવી જ રીતે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૨૦ બ્રિજ પૈકી ૧૦ બ્રિજ ખુબ સારી સ્થિતિમાં અને ૧૦ બ્રિજ સારી સ્થિતિમાં, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૦૩ બ્રિજમાંથી ૦૨ ખુબ સારી સ્થિતિમાં, ૦૧ સારી સ્થિતિમાં, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૨૭ બ્રિજમાંથી ૨૦ ખુબ સારી સ્થિતિમાં, ૦૫ સારી સ્થિતિમાં અને ૦૨ જર્જરિત સ્થિતિમાં છે. 

ગુજરાતમાં કેટલા બ્રિજ જર્જરિત છે?

4/5
image

આ ઉપરાંત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૨૧ બ્રિજમાંથી ૧૮ ખુબ સારી સ્થિતિમાં અને ૦૩ જર્જરિત સ્થિતિમાં છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૨૦ બ્રિજમાંથી ૧૫ ખુબ સારી સ્થિતિમાં, ૦૪ સારી સ્થિતિમાં અને ૦૧ જર્જરિત સ્થિતિમાં છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૧૨૧ બ્રિજમાંથી ૮૦ ખુબ સારી સ્થિતિમાં, ૧૫ સારી સ્થિતિમાં અને ૨૬ જર્જરિત સ્થિતિમાં છે, તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૪૩ બ્રિજમાંથી ૧૧ ખુબ સારી સ્થિતિમાં, ૩૦ સારી સ્થિતિમાં અને ૦૨ જર્જરિત સ્થિતિમાં, આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૦૫ બ્રિજમાંથી ૦૧ ખુબ સારી સ્થિતિમાં અને ૦૪ બ્રિજ સારી સ્થિતિમાં છે.       

ગુજરાતમાં કેટલા બ્રિજ જર્જરિત છે?

5/5
image

વધુમાં, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એક પણ બ્રિજ આવેલા નથી તેમજ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં એક પણ બ્રિજ જર્જરિત હાલતમાં નથી. તદુપરાંત મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ ૦૪ બ્રિજ આવેલા છે જે પૈકી બધા બ્રિજ સારી સ્થિતિમાં, નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ ૦૩ બ્રિજ આવેલા છે જે પૈકી ૦૨ ખુબ સારી સ્થિતિમાં અને  ૦૧ બ્રિજ સારી સ્થિતિમાં છે તથા નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૧૩ બ્રિજમાંથી ૦૮ ખુબ સારી સ્થિતિમાં, ૦૩ સારી સ્થિતિમાં અને ૦૨ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે.