2 રૂપિયાની કિંમતનું આ લીલું પાન Uric Acidનો સફાયો કરી દેશે, બસ આ રીતે કરો સેવન

Natural Ways to Reduce Uric Acid in the Body: આજના સમયમાં ઘણા લોકો યુરિક એસિડની સમસ્યાથી પરેશાન છે. યુરિક એસિડને કારણે સાંધામાં દુખાવો થવા લાગે છે. તમે આ એક પાનની મદદથી યુરિક એસિડમાં રાહત મેળવી શકો છો.

નાગરવેલનું પાન છે ઉપયોગી

1/7
image

જો આપણે એમ કહીએ કે યુરિક એસિડના દર્દીઓ હવે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકશે અને તે પણ માત્ર 5 રૂપિયાના એક પાનથી? હા, કેટલીક વસ્તુઓ યુરિક એસિડની સમસ્યામાં મદદ કરી શકે છે, જેમાંથી એક છે નાગરવેલનું પાન.  

તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે

2/7
image

સોપારીના પાનમાં પોલિફીનોલ્સ અને આવશ્યક તેલ સહિત બાયોએક્ટિવ સંયોજનો હોય છે. આમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે યુરિક એસિડની સમસ્યામાં મદદરૂપ સાબિત થાય છે.

ખાલી પેટ સેવન

3/7
image

તેવામાં જો તમે યુરિક એસિડના દર્દી છો તો દરરોજ સવારે ખાલી પેટ એક પાન ચાવવાનું શરૂ કરી દો. તેનાથી યુરિક એસિડ લેવલને ઘટાડવામાં મદદ મળે છે. જો તમે જલ્દી સારૂ પરિણામ ઈચ્છો છો તો તેને ચાવ્યા બાદ નવશેકુ પાણી પીવો.  

આ રીતે કરો ઉપયોગ

4/7
image

યુરિક એસિડના દર્દી નાગરવેલના પાનને ઉકાળીને પી શકો છો. તે માટે 2 કપ પાણી લો અને તેમાં 2-4 પાન નાખો. હવે તેને ઉકાળો અને પાણી અડધું રહી જાય એટલે તેને ગાળીને પી લો.  

રસ કાઢો

5/7
image

જો તમે ઈચ્છો તો આ પાનને પીસી તેનો રસ કાઢી લો અને અડધા કપ પાણીમાં મિક્સ કરી પીવો. તેનાથી તમને ફાયદો થશે.

ઉકાળો બનાવી પીવો

6/7
image

તમે નાગરવેલના પાનને આદુની સાથે લઈ શકો છો. તે માટે 2-3 પાન અને આદુના ટુકડા સાથે ઉકાળો બનાવી શકો છો. દિવસમાં એકવાર તેનું સેવન કરવાથી યુરિક એસિડ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

ડિસ્ક્લેમર

7/7
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.