આ છે બોલીવુડની સૌથી કમનસીબ ફિલ્મ, બનાવવામાં લાગ્યા 23 વર્ષ, બે એક્ટર અને દિગ્દર્શકનું થઈ ગયું મોત

Bollywood Most Unlucky Movie: બોલીવુડમાં કેટલીક એવી ફિલ્મો બની છે જેની સફર દુખદ અને રહસ્યથી ભરેલી રહી છે. આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેને બનાવવામાં 23 વર્ષ લાગી ગયા. આ ફિલ્મની સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેના નિર્માણ દરમિયાન, તેના બે મુખ્ય કલાકારો અને દિગ્દર્શકનું મૃત્યુ થયું. જ્યારે અભિનેતાને બદલવામાં આવ્યો, ત્યારે તેનું પણ ફિલ્મ પૂર્ણ થાય તે પહેલાં જ મૃત્યુ થયું, ત્યારબાદ તેને બોલિવૂડની સૌથી કમનસીબ ફિલ્મ માનવામાં આવી.

ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણી દુર્ઘટના

1/5
image

આ ફિલ્મની કહાની અને તેની સાથે જોડાયેલી ઘટનાઓ સાંભળી બધા ચોંકી જાય છે. એક તરફ તો ફિલ્મમાં કલાકારોનું સમર્પણ દેખાય છે બીજીતરફ મોતનો પડછાયો પણ જોવા મળે છે. સૌથી ચોંકાવનારી વાત છે કે ફિલ્મ ઘણીવાર બંધ થઈ, ફરી શરૂ થઈ. પરંતુ દર વખતે કોઈને કોઈ દુર્ઘટના બની. અંતે જેમ-તેમ ફિલ્મ પૂરી થઈ અને રિલીઝ થઈ.

39 વર્ષ પહેલા આવી હતી ફિલ્મ

2/5
image

આ ફિલ્મનું નામ હતું 'લવ એન્ડ ગોડ', જેને કેટલાક લોકો 'કૈસ ઓર લૈલા' ના નામથી પણ ઓળખે છે. આ ફિલ્મનું શૂટિંગ સૌથી પહેલા 1963મા શરૂ થયું હતું. તે સમયે ફિલ્મના ડાયરેક્ટર કે. આસિફ હતા અને લીડ રોલમાં જાણીતા એક્ટર ગુરૂ દત્તને લેવામાં આવ્યા હતા. લૈલા માટે નિમ્મીની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ 1964મા અચાનક ગુરૂ દત્તના નિધનથી આ ફિલ્મ અધુરી રહી ગઈ, જેના મોત બાદ ફિલ્મનું શૂટિંગ બંધ થઈ ગયું.

એક્ટર બાદ ડાયરેક્ટરનું મોત

3/5
image

ગુરુ દત્તના અવસાન પછી, દિગ્દર્શક કે. આસિફે ફિલ્મ બંધ કરી દીધી. થોડા વર્ષો પછી, તેમણે ફિલ્મ ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો અને સંજીવ કુમારને મુખ્ય ભૂમિકામાં લીધા. આ પછી, 1970 માં ફિલ્મનું શૂટિંગ ફરી એકવાર શરૂ થયું, પરંતુ આ સમય દરમિયાન ફિલ્મના દિગ્દર્શક કે. આસિફનું પણ અવસાન થયું. આ તેમની કારકિર્દીની પહેલી અને છેલ્લી અધૂરી ફિલ્મ છે. તેઓ તેની રિલીઝ જોઈ શક્યા નહીં.  

સંજીવ કુમારનું પણ થયું નિધન

4/5
image

ફિલ્મના ડાયરેક્ટર કે. આફિસના મોત બાદ ફરી ફિલ્મનું શૂટિંગ અટવાયું હતું. ઘણા સમય સુધી આ ફિલ્મ અધુરી રહી. પછી તેમના પત્ની અખ્તર આસિફે તેને પૂરી કરવાનો નિર્ણય લીધો. તેમણે ફિલ્મમેકર કેસી બોકાડિયાની મદદથી શૂટિંગ પૂરુ કરાવ્યું. ફિલ્મના કેટલાક ભાગ ત્રણ અલગ-અલગ સ્ટૂડિયોમાં શૂટ કરવામાં આવ્યું. જ્યારે બધુ તૈયાર થયું તો 1985મા સંજીવ કુમારના મોતના સમાચાર આવ્યા.

23 વર્ષ બાદ ફિલ્મ બનીને તૈયાર થઈ

5/5
image

આ રીતે ફિલ્મ બનાવવામાં 23 વર્ષ લાગી ગયા. સતત દુર્ઘટનાને કારણે તેને બોલીવુડની કમનસીબ ફિલ્મનો ટેગ મળ્યો. પરંતુ તમામ મુશ્કેલીઓ અને દુખો બાદ આખરે આ ફિલ્મ 27 મે 1986ના રિલીઝ થઈ. દર્શકો માટે આ ફિલ્મ માત્ર પ્રેમ કહાની નહોતી, પરંતુ તેની પાછળ છુપાયેલો સંઘર્ષ અને ત્રાસદી પણ હતી. આજે પણ આ ફિલ્મમાં તે ઇમોશન જોવા મળે છે, જે તેને બનાવવા સમયે ડાયરેક્ટર દેખાડવા ઈચ્છતા હતા.