ગજબનું પલટાયું ગુજરાતનું વાતાવરણ! ગરમી નહીં ઠંડી શરૂ થઈ, એના પછી છે 'મહાખતરો', સાચી પડશે અંબાલાલની આ આગાહી!

Ambalal Patel Weather Forecast: ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ છેલ્લા 13 દિવસથી દેશના પર્વતીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. જેના કારણે મેદાની રાજ્યોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. તાપમાનના આ ઘટાડાને કારણે, કોઈને થોડી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને હવે ગરમ અને ફુલ સ્લીવના કપડાં પહેરવા પડશે. બાળકો અને વૃદ્ધોને ફરીથી ઘરની અંદર રાખવા પડશે. ગઈકાલે પણ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા અને વરસાદ થયો હતો.

1/13
image

કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હોવાની વાત સામે આવી છે, જેના કારણે ત્રણ રાજ્યોમાં જનજીવન ખોરવાઈ ગયું છે, જ્યારે દિલ્હી-એનસીઆરમાં પણ હળવા વાદળો છવાયા છે. રાજધાની સહિત અનેક રાજ્યોમાં ફૂંકાતા ઠંડા પવનોને કારણે વાતાવરણ ઠંડું છે. 9 માર્ચ સુધી હવામાન આમ જ રહેશે, પરંતુ 9 માર્ચની રાત્રે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે 10 થી 12 માર્ચ દરમિયાન પર્વતીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ચાલો જાણીએ IMD રિપોર્ટ હવામાન વિશે શું કહે છે?

અડધા દેશમાં ગરમી, બીજા ભાગમાં વરસાદ અને હિમવર્ષા

2/13
image

ભારતીય હવામાન વિભાગ અનુસાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા, કોંકણ, કર્ણાટક વગેરેના કેટલાક વિસ્તારોમાં ગરમી વધવા લાગી છે અને તાપમાન 35 થી 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં ઠંડા પવનોએ ઠંડીનું જોર જાળવી રાખ્યું છે. પહાડી રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાને કારણે જાન્યુઆરી મહિના જેવી સ્થિતિ છે.

3/13
image

હિમાચલ પ્રદેશમાં 500 થી વધુ રસ્તાઓ અને ટ્રાન્સફોર્મર ઠપ પડ્યા છે. 9 માર્ચ પછી, ઉત્તર-પશ્ચિમ રાજ્યો દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહારમાં આગામી 2 દિવસ સુધી 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, કારણ કે 9 માર્ચે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે. જેના કારણે દેશના પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.

આ રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ

4/13
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપ ઉત્તરી પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં સક્રિય છે. એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તરપૂર્વ આસામ અને આસપાસના વિસ્તારોમાં છે. 9 માર્ચની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરી શકે છે. આ બંને હવામાન પરિસ્થિતિઓની અસરને કારણે, 10 અને 11 માર્ચે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં છૂટાછવાયા વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.  

5/13
image

અરુણાચલ પ્રદેશમાં આજે 5 થી 9 માર્ચ દરમિયાન છૂટાછવાયાથી હળવા વરસાદ/બરફ પડવાની સંભાવના છે. આસામ અને મેઘાલયમાં પણ હળવો વરસાદ પડી શકે છે. બિહારમાં 8 માર્ચે તોફાન અને વીજળી પડી શકે છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 7 અને 8 માર્ચે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં વાવાઝોડું અને વીજળી પડવાની સંભાવના છે. કેરળ અને માહેમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

6/13
image

સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા અને કરા પડવાની શક્યતા જોવામાં આવી રહી છે. જેના કારણે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો , કચ્છના ભાગો સહિત અન્ય પૂર્વીય ગુજરાતના ભાગમાં સવારના સમયે સહેજ ઠંડી આવી શકે છે. માર્ચ માસમાં ઉપરા ઉપરી વેસ્ટન ડિસ્ટબન આવતા હવામાનમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે.

7/13
image

અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. આજથી ઉનાળાની શરુઆત થઈ ચૂકી છે. ઉનાળાને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન. ઉનાળામાં મહતમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. હિટવેવના દિવસોમાં પણ વધારો થશે. 

બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શકયતાઓ

8/13
image

4 થી 10 માર્ચમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેથી મહત્તમ તાપમાન વધ-ઘટ રહેશે. 23 માર્ચથી ગરમી વધશે. આ વખતે માર્ચ માસથી રાજ્યના કેટલાક ભાગોમાં લૂ લાગવાની શકયતાઓ રહેશે. 26 એપ્રિલથી આકરી ગરમી પડશે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી કેટલાક રાજ્યોમાં જોવા મળશે. બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શકયતાઓ જોવા મળી રહી છે. રાજ્યમાં 10 મેથી આકરી ગરમી પડશે. 10 મે થી આંધી-વંટોળ વધે અને અરબ દેશ તરફથી આંધી આવી શકે છે.

માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવ્યા કરશે

9/13
image

ગુજરાતમાં 7 માર્ચથી મહત્વ તાપમાન વધવાની શકયતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્વ તાપમાન 41થી 42 ડિગ્રી થઈ શકે છે. આ ઉપરાંત જૂનાગઢ નું મહ્ત્વમ તાપમાન 39 ડીગ્રી થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. પૂર્વ ગુજરાતમાં ગરમીનો પારો વધી શકે છે. કચ્છના ભાગોમાં 40 ડિગ્રી સુધી પારો જોવા મળશે. પંચમહાલમાં ગરમીનો પારો વધશે. હવે રાજ્યમાં ધીમા પગલે ઉનાળાની શરૂઆત થશે. માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવ્યા કરશે. 

માર્ચ એપ્રિલ માસમાં વેસ્ટર્ન ડિસ્ટબન આવતા રહેશે

10/13
image

આ વખતે માર્ચ એપ્રિલ માસમાં વેસ્ટર્ન ડિસ્ટબન આવતા રહેશે. 4 માર્ચથી દિવસના ભાગમાં ગરમીનો અહેસાસ થશે. 7 માર્ચ સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમા મહત્તમ  તાપમાન 36 ડિ.ગ્રીની આસપાસ રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ  તાપમાન 32 ડીગ્રી આસપાસ રહેશે. ઉત્તર-સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ  તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે. જૂનાગઢ ભાગોમાં પણ 36 ડિગ્રી મહત્તમ  તાપમાન રહેશે. વલસાડના ભાગોમાં મહત્તમ  તાપમાન 36 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેલી છે. 

7 માર્ચ બાદ ઉત્તર ગુજરાતમાં 38-39 ડિગ્રી તાપમાન

11/13
image

માર્ચ અને એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. ઉત્તર ગુજરાતમાં 39 ડિગ્રીએ તો મધ્ય ગુજરાતમાં 41 ડિગ્રીએ તાપમાન પહોંચશે. તો હવામાન વિભાગે હાલ આ અઠવાડિયે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાતમાં અસરની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરતા કહ્યુ કે, બુધ અને શુક્ર મીન રાશિમાં હોવાથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે. જેના કારણે 7 માર્ચ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાન ઘટશે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. પરંતું 7 માર્ચ બાદ ગરમીમાં વધારો થશે. 7 માર્ચ બાદ ઉત્તર ગુજરાતમાં 38-39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 40-41 ડિગ્રી સુધી પહોંચી જઈ શકે છે. પરંતું આ બાદ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાનો છે. 

26 એપ્રિલ બાદ મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર જશે

12/13
image

અંબાલાલ પટેલે તારીખ સાથે આગાહી કરતા કહ્યું કે, 8 -12 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષોભ થતા ગુજરાતમાં વાદળવાયુ આવતા ગરમી વધશે. માર્ચ મહિનામાં વારંવાર પશ્ચિમી વિક્ષોભ આવતા ગરમીમાં વધઘટ યથાવત રહેશે. આગળ જણાવ્યું કે, 29 માર્ચે સૂર્ય, ચંદ્ર અને શનિનો યોગ થતા આકરી ગરમી પાડતા મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની પણ શક્યતા દેખાય છે. 26 એપ્રિલ બાદ મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર જવાની આગાહી છે.

આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટબન્સ નબળા

13/13
image

હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટબન્સ નબળા આવ્યા છે. સૂર્યના કિરણો સીધા જમીન પર પડવાથી માર્ચ માસમાં ગરમી વધુ પડવાની શક્યતા છે. 7 માર્ચ પહેલા ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે ઘટેલું રહેશે. 7 માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થવાની રહેશે શક્યતા રહેશે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી 46 આસપાસ રહેવાની શક્યતા રહેશે.