Curd For Dandruff: આ 4 માંથી કોઈ 1 વસ્તુ દહીં સાથે મિક્સ કરીને વાળમાં લગાડો, ખોડો અને ખંજવાળ એક ઝાટકે મટશે

Curd Hair Masks For Dandruff: અનેક યુવક-યુવતીઓ વાળમાં ડૈંડ્રફથી પરેશાન હશે. ડૈંડ્રફ થવાના કારણો અલગ અલગ હોય છે. ખોડો થઈ જાય તો સતત ખંજવાળ આવે છે અને વાળમાંથી સફેદ પોપડી ખરવા લાગે છે. આ સ્થિતિમાં વાળમાં દહીં લગાડવું લાભકારી છે. દહીં સાથે કેટલીક વસ્તુઓ મિક્સ કરીને લગાડવાથી ખંજવાળ અને ખોડો બંને દુર થાય છે.
 

દહીં અને એલોવેરા

1/5
image

દહીં અને એલોવેરાનું મિશ્રણ પણ ખોડો અને ખંજવાળ મટાડે છે. એક વાટકીમાં 2 ચમચી દહીં લઈ તેમાં 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો અને તેને વાળમાં લગાડો. 1 કલાક પછી વાળને શેમ્પૂ કરો.  

દહીં અને લીંબુ

2/5
image

ડૈંડ્રફથી મુક્તિ મેળવવા માટે દહીં અને લીંબુનો ઉપયોગ કરી શકાય છે. 1 ચમચી દહીંમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરી તેને વાળમાં લગાડો. 1 કલાક પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. 

દહીં અને મેથી

3/5
image

દહીંમાં મેથી દાણાનો પાવડર અથવા પલાળેલી મેથીની પેસ્ટ ઉમેરી વાળમાં લગાડો. આ મિશ્રણને વાળમાં 30 મિનિટ લગાડો અને પછી વાળ ધોઈ લેવા. સપ્તાહમાં 3 વખત આ પેસ્ટ લગાડી શકાય છે. 

દહીં અને નાળિયેર તેલ

4/5
image

ખોડો અને ખંજવાળ દુર કરવા માટે વાળને શેમ્પૂ કરો તે પહેલા દહીંમાં નાળિયેર તેલ મિક્સ કરી અને તેને વાળમાં લગાડો. તેને 40 મિનિટ વાળમાં રહેવા દો અને પછી વાળને શેમ્પૂ કરો.  

5/5
image