ભ્રષ્ટ GPCBએ ગુજરાતની નદીઓની 'દશા' બગાડી, શુદ્ધિકરણના નામે કરોડો વાપર્યા છતાં પાણીની ગુણવત્તા થઈ વધુ ખરાબ
Rivers Polluted In Gujarat: ગુજરાતમાં નદીઓના શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેમ છતાં પણ નદીના પાણીની ગુણવત્તામાં બિલકુલ સુધારો થયો નથી અને નદી તેના કરતાં વધારે પ્રદૂષિત થઈ રહી છે. આ ખુલાસો સંસદમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં થયો છે.
ગુજરાતમાં નદીઓના શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેમ છતાં પણ નદીના પાણીની ગુણવત્તામાં બિલકુલ સુધારો થયો નથી અને નદી તેના કરતાં વધારે પ્રદૂષિત થઈ રહી છે. આ ખુલાસો સંસદમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં થયો છે. ત્યારે ગુજરાતની કઈ નદીઓના જળ દૂષિત થયા છે? GPCB શું સરકારી પૈસાનો ધુમાડો જ કરે છે?
હવે તમારા મનમાં સવાલ થતો હશે કે નદીઓ દૂષિત હોય તો GPCB કેમ જવાબદાર? તો તે પણ સમજી લો. ગુજરાતમાં નદીઓના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ધુમાડો GPCBએ કર્યો છે. પરંતુ તેમ છતાં નદીના પાણીની ગુણવત્તામાં બિલકુલ સુધારો થયો નથી. નદીઓ હતી તેના કરતાં વધારે દૂષિત થઈ રહી છે. કેમ કે GPCBના અધિકારીઓ કોઈ જ કામ કરી રહ્યા નથી.
નદી શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયા વાપર્યા
આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ. કેમ કે, સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં તારણ બહાર આવ્યા છે. સાબરમતી, અમલ ખાડી, ભાદર, ઢાઢર, ખારી નદીના જળ દૂષિત થયા છે. વિશ્વામિત્રી, મીંઢોળા, મહી, શેઢી, ભોગાવોના પાણી દૂષિત થયા છે. ભૂખી, દમણગંગા અને તાપી નદીનું પાણી દૂષિત થયું છે. સાબરમતી, તાપી અને મીંઢોળાને પ્રદૂષણમુક્ત કરવા 1875 કરોડ રૂપિયા ફાળવ્યા, તે પૈકી છેલ્લાં 5 વર્ષમાં 559 કરોડ રૂપિયાની ચૂકવણી કરાઈ છે. જો કે, તેમ છતાં નદીના પાણીની ગુણવત્તા બિલકુલ પણ સુધરી નથી અને પાણી હતું તેના કરતાં પણ વધારે ગંદુ બની ગયું છે.
નદીના પાણીની ગુણવત્તા વધુ ખરાબ થઈ
ગુજરાતમાં વધતા ઔદ્યોગિકીકરણના લીધે ઉદ્યોગ, કારખાના અને ફેક્ટરીનું ગંદુ પાણી નદીઓમાં છોડી દેવામાં આવે છે. અનેક જગ્યાએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં પણ કેમિકલયુક્ત પાણી નદીમાં સીધું છોડાતાં તે વધુ પ્રદૂષિત બની છે. હવે તો નદીનું પાણી પીવાલાયક પણ રહ્યું નથી.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રચના જ નદીઓના શુદ્ધિકરણ માટે કરવામાં આવી છે. પરંતુ તે આજે પોતાની ભૂમિકા ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જો આવા બોર્ડ કામ ના કરે તો તેના અધિકારીઓ અને આવા બોર્ડના પાટીયા ઉતારી દેવાની જરૂર છે. કેમ કે, GPCB અને તેના અધિકારીઓ બેઠા-બેઠા કરોડો રૂપિયા ચાઉં કરી રહ્યા છે.
Trending Photos