પરેશ ગોસ્વામીની સૌથી લેટેસ્ટ આગાહી; આ વાંચીને ગુજરાતીઓના થથરવા લાગશે પગ! શું હવે વરસાદ નહીં પડે?
Paresh Goswami Forecast: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન કર્યુ છે. જ્યારે ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી રહ્યાં છે. તો કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, ગુજરાતમાં મોન્સુન બ્રેક આવી ગયું છે. તેથી હાલના દિવસોમાં ભારે વરસાદ નહિ આવે. બીજી બાજુ પરેશ ગોસ્વામીએ કરેલી આગાહીથી લોકો ચોંક્યા છે.
Paresh Goswami Forecast: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે. ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે. પરેશ ગોસ્વામીએ ખેડૂતોને સલાહ આપી કે, હાલ ચોમાસું પાક સૂકાય અને પિયતની જરૂર હોય તો આપી દેજો. કારણ કે હાલ મોટા વરસાદની કોઈ શક્યતા નથી. 1 થી 10 ઓગસ્ટ સુધી સારા વરસાદના કોઈ વાવડ નથી.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીની સિસ્ટમ હવે આપણાથી દૂર જઈ રહી છે અને નબળી પણ પડી રહી છે. હાલ બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની નથી રહી. બનશે તો પણ નબળી બનશે અને ઉત્તર ભારત તરફ જાય તેવું લાગી રહ્યું છે. તેથી બંગાળની ખાડીનો લાભ હમણા નહિ મળે. અરબ સાગરમાં પણ કોઈ સિસ્ટમ નથી બની રહી.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. આ સાથે જ તેમણે ખેડૂત મિત્રોને પિયત અંગે પણ ખાસ સલાહ આપી છે. 2 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા જ જોવા મળી શકે છે. આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ કેમ ન મળ્યો? તેનું કારણ સિસ્ટમનો ટ્રેક છે. આ સિસ્ટમ ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ આ સિસ્ટમ આગળ નીકળી એટલે ત્યાં ભારે વરસાદ પડ્યાં અને સૌરાષ્ટ્ર-કચ્છને તેનો લાભ ન મળ્યો.
તેમણે જણાવ્યું હતું કે 6થી લઈ 10 ઓગસ્ટ સુધી વરાપનો માહોલ જોવા મળશે. આ દિવસો દરમિયાન ખેડૂતોએ જો ખેતીકાર્યો થઈ શકે તેમ હોય તો વહેલીતકે પૂર્ણ કરવા જોઈએ. બાદમાં 10 ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેસર બનશે. જો ફરી વરસાદી રાઉન્ડ આવે તો આ કાર્યો અધૂરા રહી શકે છે. આ વરસાદી સિસ્ટમ 10 ઓગસ્ટના બંગાળની ખાડીમાં બનશે, ત્યારબાદ તેમનો ટ્રેક નક્કી થયા બાદ આગળના વરસાદના રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારી મળી શકે છે.
જોકે ખેતકાર્યો સમયસર પુરા કરવા ખેડૂતોને અપીલ કરાઈ હતી. ઓગસ્ટમાં 17થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે.
Trending Photos