પૈસા રાખો તૈયાર ! 10 વર્ષ જૂની કંપનીનો આવી રહ્યો છે IPO...લોન આપવાનો છે બિઝનેસ

Upcoming IPO : વધુ એક કંપનીએ શેર માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી લીધી છે. આ કંપની IPO સાથે મૂડી બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે અને આ માટે કંપનીએ પ્રોસેસ પણ શરૂ કરી દીધી છે. 

1/6
image

IPO માર્કેટમાં વધુ એક કંપની એન્ટ્રી કરવા જઈ રહી છે. આ માટે કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની નિમણૂક પણ કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીએ ICICI સિક્યોરિટીઝ, UBS સિક્યોરિટીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગને હાયર કર્યા છે અને ચોથા બેન્કરનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. 

2/6
image

આ IPO ઓનલાઈન લેન્ડિંગ પ્લેટફોર્મ કિશ્ત (Kissht)નો છે. સૂત્રોનું કહેવું છે કે કિશ્ત જૂન સુધીમાં રેગ્યુલેટર પાસે પ્રી-આઈપીઓ દસ્તાવેજો ફાઈલ કરે તેવી શક્યતા છે. તે 225 મિલિયન ડોલર એટલે કે રૂપિયા 1,926 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

3/6
image

કિશ્ત એ ભારતમાં એક અગ્રણી ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ છે જે ઝડપી લોન આપે છે. Onemi ટેક્નોલોજી સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા શરૂ કરાયેલ કિશ્ત ફિનટેક ઈનોવેશનમાં અગ્રેસર રહ્યું છે.   

4/6
image

કિશ્ત ઓછામાં ઓછા દસ્તાવેજો સાથે રૂપિયા 5 લાખ સુધીની વ્યક્તિગત અને બિઝનેસ લોન આપે છે. આ પ્લેટફોર્મને એન્ડિયા પાર્ટનર્સ, બ્રુનેઈ ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને સિંગાપોર સરકાર જેવા અગ્રણી રોકાણકારોનું સમર્થન છે.

5/6
image

આ કંપનીની સ્થાપના વર્ષ 2015માં કરવામાં આવી હતી. કંપનીએ તેની વેબસાઇટ પર દાવો કર્યો છે કે તેના લગભગ 5 મિલિયન ગ્રાહકો છે. એપને 50 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. તો એક કરોડથી વધુની લોન આપવામાં આવી છે.

6/6
image

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)