મુકેશ અંબાણીનો પગાર ઝીરો...આમ છતાં કઈ રીતે છે તેઓ સૌથી ધનાઢ્ય?

શું તમે જાણો છો કે એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી છેલ્લા 5 વર્ષથી પોતાના કામ માટે કોઈ પગાર  લેતા નથી. આવામાં લોકોના મનમાં એ સવાલ છે કે તેઓ કેવી રીતે કમાય છે. 
 

મુકેશ અંબાણી નથી લેતા કોઈ પગાર

1/7
image

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક કોરોના મહામારીના સમયથી પગાર લેતા નથી. આ નિર્ણય લેતા તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કંપનીનું પ્રદર્શન સારું નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાના કામ બદલ કોઈ પગાર લેશે નહીં. 

કેમ નથી લેતા પગાર

2/7
image

મુકેશ અંબાણીએ સતત પાંચમા વર્ષે કોઈ પગાર લીધો નથી. અત્રે જણાવવાનું કે જ્યારે કોરોના મહામારી બાદ તેમને વેપારમાં થોડું નુકસાન થયું તો તેમણે નિર્ણય લીધો કે તેઓ જ્યાં સુધી કંપની પહેલા જેવી કમાણી ન કરે ત્યાં સુધી પગાર નહીં લે. 

કેટલા અમીર છે મુકેશ અંબાણી

3/7
image

વર્તમાન આંકડા મુજબ મુકેશ અંબાણી દુનિયાના 18માં સૌથી ધનિક વ્યક્તિ છે. એવું માનવામાં આવે છે કે તેમની પાસે લગભગ 100 અબજ ડોલરની સંપત્તિ છે. 

કોરોના પહેલા કેટલો પગાર લેતા હતા

4/7
image

મુકેશ અંબાણી અનેક કંપનીઓ ચલાવે છે. જેમાં તેમની પાસે 664.5 કરોડ શેર છે. એવું માનવામાં આવે છે કે કોરોના પહેલા તેઓ 5 કરોડ રૂપિયા પગાર લેતા હતા. 

મુકેશ અંબાણીના પિતરાઈ ભાઈનો પગાર

5/7
image

મુકેશ અંબાણીના પિતરાઈ ભાઈ નિખિલ અને હિતલ મેસવાનીનો વાર્ષિક પગાર 2023-24માં 25.31 કરોડ રૂપિયા અને 25.42 કરોડ રૂપિયા હતો. 

બાળકોનો પગાર

6/7
image

મુકેશ અંબાણીને ત્રણ સંતાન છે. ઈશા, આકાશ અને અનંત. ઓક્ટોબર વર્ષ 2023માં મુકેશ અંબાણીએ તેમને પગાર વગર બોર્ડમાં સામેલ કર્યા હતા. 

અનંત રિલાયન્સ બોર્ડમાં executive director

7/7
image

મુકેશ અંબાણીએ નાના પુત્ર અનંતને રિલાયન્સ બોર્ડમાં executive director બનાવ્યો જેનાથી તેમનો વાર્ષિક પગાર 10 કરોડ રૂપિયાથી 20 કરોડ રહેશે.