સુરતમાં આભ ફાટ્યું, 14 ઈંચ વરસાદમાં આખું શહેર ડૂબ્યું, સ્માર્ટ સિટીની આબરુના ધજાગરા ઉડાવે તેવા PHOTOs જુઓ
Surat Rains : સુરતમાં અનરાધાર વરસાદથી કરોડો રૂપિયાનું નુકસાન... કાપડ માર્કેટ સહિત અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસતાં વેપારીઓના માલનો નીકળ્યો કચ્ચરઘાણ
સુરતમાં આફત બનીને વરસ્યો વરસાદ
સુરત શહેરમાં એક દિવસમાં ખાબક્યો 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. મેઘાની તોફાની બેટિંગથી સુરત પાણી પાણી થયું છે. અનેક રસ્તાઓ, બજારોમાં પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો પરેશાન થયા છે. ઘરમાં પાણી ઘુસતા ઘરવખરીનો સામાન પલળ્યો છે. તો દુકાનમાં પાણી ફરી વળતા વેપારીઓને નુકસાની થઈ છે.
સુરતમાં આજે શાળાઓ બંધ
સુરતમાં ભારે વરસાદને પગલે જિલ્લા જિલ્લા શિક્ષણ અધિકારીનો મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરતની તમામ સવાર પાળીની સ્કૂલો બંધ રાખવા આદેશ કરાયો છે. બપોરની સ્કૂલો પરિસ્થિતિને અનુકૂળ નિર્ણય લેવા માટે સૂચન કરાયું છે. જોકે, બોર્ડની પૂરક પરીક્ષા રેગ્યુલર સમયે લેવાશે.
તાપીના રસ્તાઓ બંધ
તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ વચ્ચે બે રસ્તા બંધ થયા છે. વરસાદને પગલે પંચાયત હસ્તકનાં 2 રસ્તાઓ બંધ કરાયા છે. તાપીના ડોલવણ અને વાલોડ તાલુકાના અંતરિયાળ ગામના પંચાયત હસ્તકના બે રસ્તા બંધ કરાયા છે. ડોલવણ તાલુકા પીઠાદરા,જામણિયા, બરડીપાડા,પીપલવાડા ગામોને જોડતા માર્ગ પર લો લેવલ પુલ ઓવર ટોપીંગ થવાના કારણે માર્ગ બંધ કરાયો. તો વાલોડ તાલુકાના ધામોદલા ગામને જોડતા માર્ગ પર આવતા લો લેવલ પુલ પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ કરાઈ.
સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ
બારડોલીમાં સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. બારડોલી નગરમાં ભરાયા પાણી છે. બારડોલીના રાજમાર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. દુકાનોમાં પાણી ભરવાના શરૂ થયા છે. તો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધારાસભ્ય ઈશ્વર પરમારની ઓફિસ બહાર તોતિંગ વૃક્ષ ધરાશયી થયું છે. સાથે સાથે રોડ પર મોટો ભુવો પડ્યો છે.
બાળકોનું રેસ્ક્યૂ કર્યુ
પાલનપુર કેનાલ રોડ પર ફાયર દ્વારા રેસ્ક્યુ ભારે વરસાદના કારણે પાણી ભરાયા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. રણછોડ નગર પાલનપુર કેનાલ રોડ 5 બાળકીઓ સહિત 1 બાળકનું રેસ્ક્યુ કરાયું. વરસાદી પાણી ભરાવાના કારણે બાળકો ફસાયા હતા. જે તમામનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા. સુરતમાં રાત્રિના બે વાગ્યાથી લઈ સવારે છ વાગ્યા સુધી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો.
મુઝલાવમાં તળાવ ફાટ્યું
સુરતના માંડવીમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુઝલાવ ગામે ભારે વરસાદને કારણે તળાવ ફાટ્યું. ભારે વરસાદને કારણે પાણી ભરાતા તળાવ ફાટ્યું. તળાવના પાણી મુઝલાવ ગામ જવાના રસ્તા પર ફરી વળ્યા. પહેલથી જ મુઝલાવ ગામ નજીક આવેલી વાવ્યા ખાડીના બ્રિજ પર પાણી ફરી વળતા ગામમાં જવાનો રસ્તો બંધ છે.
એક હજાર જેટલી દુકાનોમાં પાણી ફરી વળ્યું
સુરત શહેરમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ છે.રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટમાં ખાડીનું પાણી ફરી વળ્યું છે. માર્કેટમાં પાણી ભરાઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એક હજારથી વધુ દુકાનમાં પાણી ભરાયા હોવાનું વેપારીઓનું અનુમાન છે. રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ પાસેથી ખાડી પસાર થાય છે. ખાડીનું પાણી માર્કેટમાં ફરી વળતા પાણી ભરાયા છે. માર્કેટ ખાડી પાણીના લીધે કાદવ કિચડ ની સાથે ગંદકી જોવા મળી છે. માર્કેટ વેપારીઓ મનપા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. મનપાએ પ્રિમોન્સૂન કામગીરી યોગ્ય દિશામાં કરવાની જરૂર હતી
વેપારીઓને કરોડોનુ નુકસાન થયું
રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ તંત્ર સામે આક્રોશ કરતા જણાવ્યું હતું કે સવારથી વરસાદ વરસે રહ્યો છે .આ ખાડીનું પાણી અમારા માર્કેટ સુધી ફરી વળ્યું છે. પાણી દુકાનોમાં ભરાઈ જતા લાખો રૂપિયાનો માલ ખરાબ થઈ ગયો છે. માર્કેટ ના 1,000 થી દુકાનોમાં ખાડીનું પાણી ફરી વળતા તમામ વેપારીઓને મસ્ત મોટું નુકસાન થયું છે. કરોડો રૂપિયાનો નુકસાન થયું હોવાનો અંદાજ હાલ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકાને અમે ટેક્સ ચૂકવતા હોય છે. પરંતુ મહાનગર પાલિકા દ્વારા યોગ્ય રીતે ખાડી સફાઈ નહીં કરવામાં આવી હોય જેને લીધે આ પાણી અહીં ભરાઈ ગયું છે
Trending Photos