Beauty Tips: મેલ દુર કરી ગરદનને રુપાળી કરી શકે છે આ 5 વસ્તુઓ, જાણો કઈ વસ્તુને કેવી રીતે યુઝ કરવી
Beauty Tips For Dark Neck: ગરમીના દિવસોમાં ગરદન પર મેલ જામી જવાની ફરિયાદ મોટાભાગના લોકોની હોય છે. આ મેલના કારણે ગરદન ચહેરા કરતાં વધારે કાળી દેખાય છે. ગરદન પર મેલ જામી ગયો હોય તો તેને દુર કરવો ઈઝી છે. આજે તમને 5 એવી વસ્તુ વિશે જણાવીએ જેને લગાડવાથી ગરદનની સ્કિન પણ ચહેરાની સ્કિન જેવી રુપાળી થઈ જશે.
ચણાનો લોટ
એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ લઈ તેમાં ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ગરદન પર લગાડો. પેસ્ટ સુકાય જાય પછી મસાજ કરી સ્કિનને સાફ કરો. બેસ્ટ રિઝલ્ટ માટે સપ્તાહમાં 3 વાર આ પેસ્ટ લગાડો.
લીંબુનો રસ
લીંબુના રસમાં સાઈટ્રિક એસિડ હોય છે. તેનાથી ડાર્કનેસ ઝડપથી દુર થાય છે. તેના માટે દિવસમાં એકવાર લીંબુના રસમાં પાણી મિક્સ કરી ગરદન પર લગાડો.
બટેટાનો રસ
બટેટાનો રસ પણ સ્કિનને લાઈટ કરે છે. તેના માટે બટેટાનો રસ કાઢી તેને ગરદન પર લગાડો અને 15 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ ઠંડા પાણીથી સ્કિનને સાફ કરો.
ટમેટાનો રસ
એક ટમેટાની પેસ્ટ કરી તેને સ્કિન પર અપ્લાય કરો. 10 મિનિટ રાખી પેસ્ટને હળવા હાથે મસાજ કરી સાફ કરો. તેનાથી ગરદનની ડાર્કનેસ દુર થશે.
એલોવેરા
એલોવેરા ત્વચા માટે લાભકારી છે. રાત્રે નિયમિત ગરદન પર એલોવેરા જેલ લગાડો. તેનાથી સ્કિનની ડાર્કનેસ ઓછી થવા લાગશે.
Trending Photos