Gold Rate Today: સોનાના ભાવમાં સતત થઈ રહ્યો છે ઘટાડો, લેટેસ્ટ ભાવ જાણી મોજ પડી જશે, આજનો સોનાનો ભાવ જાણો

સોના ચાંદીમાં આજે પણ ઉલટફેર જોવા મળ્યો છે. એકબાજુ જ્યાં વાયદા બજારમાં સોનું ચડ્યું છે તો રિટેલ બજારમાં સોનું ગગડ્યું છે. વાયદા બજારમાં સોનું 125 રૂપિયા મજબૂત થઈને 97670 પર ટ્રેડ થતું જોવા મળ્યું. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે વાયદા બજારમાં 400 રૂપિયા ઉછળીને 113453 પર ટ્રેડ થતી જોવા મળી. વૈશ્વિક બજારમાં પણ ઘણી ઉથલપાથલ જોવા મળી છે. 

1/4
image

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ પર કડક વલણ અપનાવતા રશિયાને શાંતિ સમજૂતિ માટે ફક્ત 10થી 12 દિવસનો સમય આપ્યો છે. ટ્રમ્પની આ જાહેરાત બાદ વૈશ્વિક બજારોમાં ભારે હલચલ જોવા મળી. ક્રૂડ ઓઈલના ભાવ અઢી ટકા વધીને 69 ડોલર પ્રતિ બેરલ પાર પહોંચી ગયા. તેનાથી ઉલ્ટું સોનાનો ભાવ 25 ડોલર તૂટીને 3370 ડોલર આસપાસ પહોંચી ગયો. જ્યારે ચાંદીમાં પણ હળવી નબળાઈ જોવા મળી. 

આજનો સોના અને ચાંદીનો ભાવ

2/4
image

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન  (IBJA) 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 172 રૂપિયા તૂટીને આજે 98,274 રૂપિયા પર પહોંચી ગયો છે. જે કાલે 98,446 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં વધારો જોવા મળ્યો છે. ચાંદી આજે 606 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ભાવ 1,13,590 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. જે કાલે 1,12,984 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

કેરેટ પ્રમાણે ભાવ

3/4
image

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન  (IBJA) મુજબ કેરેટ પ્રમાણે ભાવ જોઈએ તો 24 કેરેટ ફાઈન ગોલ્ડ (999)નો એક ગ્રામનો ભાવ 9827 રૂપિયા, જ્યારે 22 કેરેટનો ભાવ 9592 રૂપિયા, 20 કેરેટનો ભાવ 8746 રૂપિયા, 18 કેરેટનો 7960 અને 14 કેરેટનો એક ગ્રામ પ્રમાણે ભાવ 6339 રૂપિયા છે.   

Disclaimer

4/4
image

અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)