ખુલતાની સાથે જ સંપૂર્ણ ભરાઈ ગયો આ IPO, ગ્રે માર્કેટમાં દરેક શેર પર ₹273ના પ્રોફિટના સંકેત, હજી બે દિવસ રોકાણની તક

IPO News: આ કંપનીનો IPO આજે, મંગળવાર અને 29 જુલાઈના રોજ રોકાણ માટે ખુલ્યો છે. પહેલા જ દિવસે આ IPO સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો. કંપનીનો IPO પહેલા જ દિવસે 2.17 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

1/6
image

IPO News:  આદિત્ય ઇન્ફોટેક લિમિટેડનો IPO(Aditya Infotech IPO) 29 જુલાઈ રોજ ખુલ્યો છે અને 31 જુલાઈ સુધી ખુલ્લો રહેવાનો છે, રોકાણકારોનું ભારે રોકાણના કારણે પહેલા જ દિવસે સમગ્ર IPO ભરાઈ ગયો હતો. 

2/6
image

તમને જણાવી દઈએ કે આદિત્ય ઇન્ફોટેક લિમિટેડના IPOનું કુલ કદ 1,300 કરોડ રૂપિયા છે, જેમાં 500 કરોડ રૂપિયાનો નવો ઇશ્યૂ અને 800 કરોડ રૂપિયાનો વેચાણ માટેનો પ્રસ્તાવ શામેલ છે, જે વેચાણ શેરધારકો દ્વારા કરવામાં આવશે. આ IPO ગુરુવાર 31 જુલાઈના રોજ બંધ થશે.

3/6
image

રિટેલ રોકાણકારોનો ઉત્સાહ જબરદસ્ત રહ્યો છે. આ સેગમેન્ટમાં 5.65 ગણું સબસ્ક્રાઇબ થયું હતું. નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 2.57 ગણું સબસ્ક્રાઇબ થયું હતું. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) સેગમેન્ટમાં 0.01 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.  

4/6
image

ઓફરની પ્રાઇસ રેન્જ 640થી 675 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. રોકાણકારો ઓછામાં ઓછા 22 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 22 ઇક્વિટી શેરના ગુણાંકમાં રોકાણ કરી શકે છે. પાત્ર કર્મચારીઓને એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ પર ઇક્વિટી શેર દીઠ 60 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. કંપની આ મૂડીનો ઉપયોગ તેના કેટલાક બાકી દેવાની ચૂકવણી કરવા માટે કરશે અને બાકીની રકમનો ઉપયોગ સામાન્ય હેતુઓ માટે કરવામાં આવશે.  

5/6
image

Investorgain.com મુજબ, કંપનીનો IPO ગ્રે માર્કેટમાં ₹273 ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આનો અર્થ એ છે કે કંપનીના શેર ₹948 માં લિસ્ટ થઈ શકે છે. એટલે કે, રોકાણકારો પહેલા જ દિવસે 41% સુધીનો નફો કમાઈ શકે છે.

6/6
image

Disclaimer: ZEE 24 કલાક ફક્ત જાણકારી આપે છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી.