GSEB HSC Result 2025: ધો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામની આ છે સૌથી મોટી વાતો
GSEB HSC Result 2025: ધો.12 સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયુ છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ તથા સામાન્ય પ્રવાહ 93.07 ટકા પરિણામ આવ્યું છે.
ધો. 12 સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી અને ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે.
વ્હોટ્સએપ નં. 6357300971 પર સીટ નંબર મોકલતા પરિણામ મળશે. સાથે જ શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પણ પરિણામ જાણી શકાશે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ - 3,64,859, રીપીટર વિદ્યાર્થી - 22,652, આઇસોલેટેડ - 4,031, ખાનગી - 24,061, ખાનગી રીપીટર - 8,306 સાથે કુલ - 4,23,909 વિદ્યાર્થીઓ છે. તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ - 1,00,813, રીપીટર વિદ્યાર્થી - 10,476, આઇસોલેટેડ - 95 સાથે કુલ - 1,11,384 વિદ્યાર્થીઓ છે.
ઓછા માર્ક્સ કે નાપાસ થયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આગામી જુન માસમાં યોજાશે. 16 જૂનની આસપાસ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
જે વિધાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા હોય અથવા પરીક્ષામાં નપાસ થયા હોય તેવા વિધાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે. બેસ્ટ ઓફ 2 પરીક્ષાનું આયોજન કરાયું છે.
Trending Photos