ગુજરાતના આ 11 જિલ્લામાં વરસાદનું ભારે ભરખમ એલર્ટ; ફરી ક્યારે બંધ થશે વરસાદ, ચોંકાવનારી આગાહી!
Ambalal Patel Forecast: ગુજરાતમાં ફરી સતત વરસાદ જોવા મળી રહ્યો છે. ઘણા દિવસોથી વરસાદે ઘણા જિલ્લાઓને અસર કરી છે, પરંતુ ખેતી કરતા લોકોને રાહત મળી છે. હાલમાં કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડી શકે છે. ચાલો જાણીએ હવામાન વિભાગના નવીનતમ અપડેટ..અંબાલાલ પટેલની ફરી એકવાર ઘાતક આગાહી સામે આવી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ લાવશે. જૂલાઈમાં સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રમાં થશે. પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારૂ ગણાશે. હાલમાં 3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવશે. તો ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે, જેથી વરસાદી માહોલ છવાયો છે.
23 જૂલાઈ થી 27 જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રીય થશે. ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો વડોદરામાં વરસાદ આવશે. અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત-કચ્છમાં ભારે વરસાદ થશે. રાજકોટ, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા, થાનમાં ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં નવી સિસ્ટમ ભારે વરસાદ લાવશે. 26 જૂલાઈથી 29 જૂલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ થશે. 1લી ઓગસ્ટથી ગુજરાતમાં નવા વાદળો બનશે.
અંબાલાલ પટેલનો દાવો છે કે, 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જ્યારે 24થી 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમું પડેલું ચોમાસું ફરી ગતિ પકડશે તેવી શક્યતા છે. 6થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. ભિન્ન ભિન્ન ભાગોમાં મોટા ફોરા સાથે વરસાદ પડશે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થતા નર્મદા નદીમાં પાણી વધી શકે છે.
હાલમાં ગુજરાતમાં હળવો વરસાદ ચાલુ છે. તાજેતરમાં, છેલ્લા અને આ અઠવાડિયામાં વરસાદ જોવા મળી રહ્યો છે. ઘણા જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ઘણા ડેમ પણ છલકાઈ ગયા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કેટલાક દિવસોથી ચોમાસાની પ્રવૃત્તિ ઓછી હતી, પરંતુ હવે ફરીથી સક્રિય થવાને કારણે હળવો વરસાદ પડી રહ્યો છે. જુલાઈના છેલ્લા અઠવાડિયામાં હજુ પણ વરસાદ પડવાનો છે.
આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 22 થી 31 જુલાઈ દરમિયાન રાજ્યમાં હળવો થી ભારે વરસાદ પડી શકે છે. 22 જુલાઈએ વડોદરા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરત, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, વલસાડ, નવરાત્રિમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. આ સાથે જ પંચમહાલ, બનાસકાંઠા, દાહોદ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા સહિત અનેક જિલ્લાઓમાં 23 થી 31 જુલાઈ દરમિયાન હળવા વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, રાજકોટ, તાપી, અમરેલી, મોરબી, દ્વારકા, ભાવનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે.
કયા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ
હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટની સાથે ઓરેન્જ જારી કરી છે. આ ઉપરાંત જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમાં દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, જામનગરનો સમાવેશ થાય છે. રાજ્યમાં હજુ પણ ચોમાસાની ગતિવિધિ ચાલુ છે. જેના કારણે ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. IMD એ ચોમાસા વિશે કહ્યું છે કે હાલ તેની ગતિવિધિ જોવા મળશે.
Trending Photos