4,380 દિવસ બાદ બનશે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનો ગોલ્ડન ટાઈમ થશે શરૂ, અચાનક છપ્પરફાડ ધનલાભ થશે!
વૈદિક પંચાંગ મુજબ ગુરુ ગ્રહ ગોચર કરીને ગજલક્ષ્મી રાજયોગ બનાવી રહ્યો છે. જેનાથી 3 રાશિના જાતકોના સારા દિવસ શરૂ થઈ શકે છે.
વૈદિક જ્યોતિષમાં ગુરુ ગ્રહને સમૃદ્ધિ, યશ, જ્ઞન અને સુખનો કારક ગ્રહ ગણવામાં આવે છે જ્યારે શુક્ર ગ્રહને વૈભવ, વિલાસતા, ધન, કામુકતા અને લક્ઝરીનો કારક ગ્રહ માનવામાં આવે છે. આથી જ્યારે પણ બંને ગ્રહોની યુતિ બને છે ત્યારે આ સેક્ટરો પર ખાસ પ્રભાવ જોવા મળે છે. અત્રે જણાવવાનું કે જુલાઈમાં ગુરુ અને શુક્ર ગ્રહની યુતિથી ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ રાજયોગ 12 વર્ષ બાદ મિથુન રાશિમાં બનશે. જેનાથી કેટલીક રાશિના જાતકોના સારા દિવસ શરૂ થઈ શકે છે. આ સાથે જ આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે. જાણો તે લકી રાશિઓ વિશે...
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો ગજલક્ષ્મી રાજયોગ સકારાત્મક હોઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી આવકના સ્થાનમાં ઉદિત થવા જઈ રહ્યા છે. આથી તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સાથે જ તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. જીવનસાથી સાથે સંબંધોમાં મજબૂતી આવશે. આ સાથે જ જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. આ સમય દરમિયાન તમને જૂના રોકાણથી પણ ધનલાભ થઈ શકે છે. અપરિણિત લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. વ્યવસાયિક દ્રષ્ટિથી આ સમય ઉન્નતિનો છે. નોકરીમાં નવા પ્રોજેક્ટ્સ મળશે અને વેપારીઓને સારો નફો થશે.
તુલા રાશિ
ગજલક્ષ્મી રાજયોગ બનવાથી તુલા રાશિના જાતકોના સારા દિવસ શરૂ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી નવમાં ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. અટકેલા કાર્યો પૂરા થશે. કામ સંબંધિત નાની મોટી મુસાફરી કરી શકો છો. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકો માટે સમય અનુકૂળ છે. પ્રોપર્ટીથી લાભના યોગ છે. કૌટુંબિક વિવાદ ઉકેલાઈ શકે છે. આ સમય તમે ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.
મીન રાશિ
ગજલક્ષ્મી રાજયોગ બનવાથી મીન રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી ચતુર્થ ભાવમાં બનવા જઈ રહ્યો છે. આથી તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. આ સાથે વ્યવસાયિક જીવનમાં સફળતા મળશે. નવી લેવડદેવડથી લાભ થશે. કૌટુંબિક જીવનમાં સુખ શાંતિ રહેશે. સંબંધોમાં મજબૂતી આવશે. કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું મન બનાવી શકો છો. માતા અને સાસરીવાળા સાથે સંબંધ મજબૂત થશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos