ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે આ IPO, દરેક શેર પર આટલી કમાણીનો સંકેત, જાણો વિગત

HBD Financial Services IPO: HBD ફાઇનાન્શિયલ સર્વિસીસ 25 જૂન, 2025 ના રોજ તેનો IPO લાવી રહી છે. આ ઇશ્યૂ 27 જૂનના રોજ બંધ થશે. આ વર્ષનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે.

1/5
image

HBD Financial Services IPO: HBD ફાઈનાન્શિયલ સર્વિસ 25 જૂન, 2025ના પોતાનો આઈપીઓ લાવી રહી છે. ઈન્વેસ્ટરો 27 જૂન સુધી બોલી લગાવી શકશે. પરંતુ એન્કર ઈન્વેસ્ટરો માટે ઈશ્યુ 24 જૂનથી ઓપન થશે. આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 700-740 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે શેર બજારના ઉતાર-ચઢાવ વચ્ચે આ વર્ષનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ છે.  

12500 કરોડ રૂપિયા છે આઈપીઓની સાઇઝ

2/5
image

12500 કરોડ રૂપિયાના આ આઈપીઓમાં 2500 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યુ અને પેરેન્ટ HDFC બેંક લિમિટેડ દ્વારા 10,000 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે, જેની પાસે તેની 94.3 ટકા ભાગીદારી છે. આ આઈપીઓ દ્વારા HDFC બેંક 100 અબજ રૂપિયા (1.15 અબજ ડોલર) સુધીના શેર વેચશે અને HBD 25 અબજ રૂપિયાના નવા શેર જારી કરશે. કંપનીએ 20 શેરનો એક લોટ બનાવ્યો છે. એટલે કે ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 20 શેર કે તેના મલ્ટીપલમાં બોલી લગાવી શકશે. અપર પ્રાઇઝ બેન્ડ પર HBD ની પોસ્ટ-મની વેલ્યુએશન લગભગ 7.2 બિલિયન ડોલર (લગભગ 62000 કરોડ રૂપિયા) છે.

કેમ જરૂરી છે શેર બજારમાં લિસ્ટિંગ?

3/5
image

પબ્લિક ઓફરમાં આશરે 50 ટકા હિસ્સો યોગ્ય સંસ્થાગત ખરીદદારો  (Qualified Institutional Buyers), 15 ટકા બિન-સંસ્થાગત ઈન્વેસ્ટરો  (Non-Institutional Investors) અને બાકી 35 ટકા રિટેલ ઈન્વેસ્ટરો માટે અનામત છે. હકીકતમાં HBD ફાઈનાન્શિયલ સર્વિસનું લિસ્ટિંગ આરબીઆઈના ઓક્ટોબર 2022ના સર્કુલર હેઠળ જરૂરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અપર લેયરની કેટેગરીવાળી કોઈપણ NBFCs માટે શેર બજારમાં લિસ્ટ થવું જરૂરી છે. તે માટે સપ્ટેમ્બર 2025 સુધીની ડેડલાઇન છે.  

આ કામમાં થશે રકમનો ઉપયો

4/5
image

27 જૂને ઇશ્યૂ બંધ થયા પછી, 30 જૂને શેર ફાળવવામાં આવશે અને ત્યારબાદ 2 જુલાઈએ NSE અને BSE પર શેર લિસ્ટેડ થશે. HBD ફાઇનાન્શિયલ સર્વિસિસ IPOમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ તેના મૂડી આધારને વધારવા માટે કરશે, જેથી ભવિષ્યમાં ધિરાણ માટે મૂડી જરૂરિયાતો પૂરી કરી શકાય. તેનું કુલ બજાર મૂડીકરણ રૂ. 91500-95500 કરોડની વચ્ચે છે. 2007માં શરૂ થયેલી HDB ફાઇનાન્શિયલ સર્વિસિસ એક નોન-બેંકિંગ નાણાકીય કંપની છે જે તેના ગ્રાહકોને વ્યક્તિગત લોન, વ્યવસાયિક લોન પૂરી પાડે છે. તે HDFC બેંકની પેટાકંપની છે.  

IPO નો GMP

5/5
image

HBD Financial Services નો IPO  ગ્રે માર્કેટમાં 83 રૂપિયાના પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યો છે. 18 જૂને તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 104.50 રૂપિયા હતું.