10,44,81,56,24,400 કરોડની સંપત્તિ અને 52 દેશોમાં બિઝનેસ, જાણો કોણ છે આજની હાઈટેક યુગની દેશની 'રાણી'

India Richest Women: વાત રાજાની મહારાજાઓની હોય કે મુગલકાલની રાણીઓ અને બેગમોની... ભારત પાસે તેનો સમૃદ્ધ ઇતિહાસ છે. રાણીઓ માત્ર સત્તા સંભાળી નથી, પરંતુ અબજો રૂપિયાની સંપત્તિની માલિક પણ રહી છે.

1/7
image

Who is Roshni Nadar: વાત રાજા મહારાજાઓની હોયા કે મુઘલ કાળની રાણીઓ અને બેગમોની...ભારત પાસે જબરદસ્ત સમૃદ્ધ ઇતિહાસ છે. ઈતિહાસમાં રાણીઓએ માત્ર સત્તા જ સંભાળી નથી, પરંતુ અબજો રૂપિયાની સંપત્તિની માલિક પણ રહી છે. આલીશાન મહેલોથી લઈને કરોડોની સંપત્તિના માલિક, રાણીઓ માત્ર ઈતિહાસની વાત નથી, પરંતુ આજે પણ દેશમાં એવી મહિલાઓ છે જે સંપત્તિ અને પ્રસિદ્ધિમાં કોઈથી ઓછી ઉતરતી નથી.

આજની 'રાણી'

2/7
image

આજે આપણે જેની વાત કરી રહ્યા છીએ તે કોઈ સામ્રાજ્ય કે કોઈ વિરાસતની નથી પરંતુ હાઈટેક યુગની રાણી છે. આ 'રાણી' 3 લાખ કરોડ રૂપિયાની કંપનીનું નેતૃત્વ કરી રહી છે. રોશની નાદર..એક સફળ બિઝનેસવુમન અને રોલ મોડલ છે અને દેશની સૌથી ધનિક મહિલાઓમાંની એક જે 52 દેશોમાં ફેલાયેલી આ કંપની સંભાળે છે અને કરોડોની સંપત્તિની માલિક છે.

દિલ્હી સાથે દિલનો સંબંધ

3/7
image

HCLના સ્થાપક શિવ નાદર ( Shiv Nadar)ની પુત્રી રોશનીએ દિલ્હીની વસંત વેલી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. વધુ અભ્યાસ માટે તે અમેરિકા ગઈ. કોમ્યુનિકેશન સ્ટડીઝ, રેડિયો, ફિલ્મ અને ટીવીનો અભ્યાસ કરીને પરત ફરેલી રોશનીએ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું. તેણે CNN, CNBC જેવી ચેનલોમાં પણ કામ કર્યું.

27 વર્ષની ઉંમરે બન્યા CEO

4/7
image

શિવ નાદરની એકમાત્ર પુત્રી રોશની માત્ર 27 વર્ષની વયે HCL કોર્પોરેશનની એક્ઝિક્યુટિવ અને CEO બની હતી. રોશની, જેણે નાની ઉંમરે ખૂબ જ ઊંચાઈ હાંસલ કરી છે, તે ફોર્બ્સની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ સામેલ થઈ ગઈ છે. તેના પિતા શિવ નાદરના પગલે ચાલીને રોશની પોતાની કુશળતા સાબિત કરીને કંપનીના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી રહી છે.

પિતા પાસેથી શીખ્યું કામ અને રચ્યો ઈતિહાસ

5/7
image

શિવ નાદરે વર્ષ 1976માં HCL ટેક્નોલોજીની સ્થાપના કરી હતી. રોશની નાની ઉંમરે પિતાની કંપનીમાં જોડાઈ, પિતાની દેખરેખમાં કામ શીખી અને 27 વર્ષની ઉંમરે સીઈઓ બની.  

દેશની સૌથી ધનિક મહિલા

6/7
image

ફોર્બ્સની ધનિક મહિલાઓની યાદીમાં તે 54મા નંબરે હતી. વર્ષ 2019માં દેશની સૌથી અમીર મહિલા બની. HCL ઉપરાંત શિવ નાદર ફાઉન્ડેશનની જવાબદારી પણ તેમના ખભા પર છે.

કેટલી છે સંપત્તિ

7/7
image

ફોર્બ્સની બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર રોશની નાદર 10,44,81,56,24,400 કરોડ રૂપિયાની માલિક છે. વર્ષ 2009માં રોશનીએ શિખર મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. તેમના પતિ HCL હેલ્થના વાઇસ ચેરપર્સન છે.