Tulsi Dudh: તુલસીના પાન ઉકાળેલું 1 કપ દૂધ રોજ પીવાથી 5 સ્વાસ્થ્ય સમસ્યામાં થશે ફાયદો

Tulsi Dudh Benefits: રોજ દૂધમાં તુલસીના પાન ઉમેરી, દૂધને ઉકાળીને પીવામાં આવે તો આ હર્બલ દૂધ શરીર માટે અમૃત સમાન બની જાય છે. તુલસીવાળુ દૂધ ડાયટમાં સામેલ કરવાથી કેટલા લાભ થાય છે આજે વિસ્તારપૂર્વક જાણીએ. 
 

બીમારીથી બચાવ થશે

1/6
image

તુલસીવાળુ દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ થાય છે. રોજ તુલસી દૂધ પીવાથી બીમારીથી બચાવ થશે. જેને વારંવાર ઉધરસ, શરદી થઈ જતા હોય તેમણે રોજ 1 કપ આ દૂધ પીવું જોઈએ.   

માઈગ્રેન અને માથાના દુખાવામાં રાહત

2/6
image

માઈગ્રેનના દર્દી અને જેમને માથાનો દુખાવો રહેતો હોય તેઓ પણ તુલસીવાળુ દૂધ પી શકે છે. આ દૂધ પીવાથી મન શાંત થાય છે. નિયમિત આ દૂધ પીવાથી માઈગ્રેનની સમસ્યા ઘણી હદે કંટ્રોલમાં આવી શકે છે. 

ડિપ્રેશન અને મેન્ટલ સ્ટ્રેસ

3/6
image

મેન્ટલ સ્ટ્રેસ, ચિંતા, ડિપ્રેશનની સમસ્યા ખૂબ સામાન્ય છે. તુલસી અને દૂધનું કોમ્બિનેશન માનસિક શાંતિ આપવાનું કામ કરે છે. દૂધમાં તુલસી ઉકાળીને પીવાથી નર્વસ સિસ્ટમ રિલેક્સ થાય છે.   

શ્વાસ સંબંધિત સમસ્યામાં રાહત

4/6
image

દમ, અસ્થમા જેવી શ્વાસ સંબંધિત સમસ્યામાં તુલસી અને દૂધ ફાયદાકારક છે. તુલસી લંગ્સ સાફ કરે છે અને કફ હટાવવાનું કામ કરે છે. તુલસીના પાનને દૂધમાં ઉકાળીને પીવાથી શ્વાસ સંબંધિત તકલીફમાં રાહત મળે છે.   

સ્કિન અને વાળને ફાયદો

5/6
image

તુલસી એન્ટી ઓક્સીડન્ટ ગુણથી ભરપુર હોય છે. દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે. આ બંને વસ્તુને સાથે લેવાથી ત્વચા અને વાળને જરૂરી પોષણ મળે છે. જેના કારણે સ્કિન અને વાળ પર નેચરલ ગ્લો આવે છે.

6/6
image