દરિયામાં મજબૂત થઇ ગઈ સિસ્ટમ; 100 ટકા ગુજરાત પર ઘેરાયું વાવાઝોડાનું સંકટ, કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ?

Gujarat HeavyRains: ગુજરાતના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. આગાહી મુજબ આગામી સોમવાર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની પણ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથેસાથે કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્ય પર વાવાઝોડાની આગાહી કરી છે. 

1/13
image

અરબી સમુદ્રમાં એક સિસ્ટમન સર્જાઇ રહી છે. અરબી સમુદ્રમાં 24મેની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન સર્જાશે. અંબાલાલના આંકલન મુજબ હવાનું દબાણને જોતા વાવાઝોડાની શક્યતા નકારી શકાય નહિ.  હળવા હવાના દબાણના કારણે વાવાઝોડુ લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. 24થી 28 મે વચ્ચે વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ જો વાવાઝોડુ ઉદભવે તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. 

2/13
image

વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. જો ગુજરાત તરફ વાવાઝોડું ફંટાશે તો  ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અંબાલાલના આંકલન મુજબ  વાવાઝોડુ લેન્ડફોલ ક્યાં થશે તે કહેવું મુશ્કેલ છે. વાવાઝોડુ સમુદ્રમાં વિખરાઈ પણ શકે છે.

આગામી પાંચ દિવસ દરમિયાન કયાં કેટલો વરસાદ પડશે?

3/13
image

ગુરુવાર : આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. એ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગ, વડોદરા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. 

શનિવાર :

4/13
image

નવસારી, વલસાડ, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જયારે સુરત, ડાંગ, તાપી. રાજકોટ. પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ. દાહોદ, મહિસાગર, વડોદરા. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. 

રવિવાર :

5/13
image

ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જ્યારે સુરત, તાપી, રાજકોટ, પોરબંદર અને અમરેલીમાં ભારે વરસાદ પડી શકે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ. મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂરા. સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. 

સોમવાર :

6/13
image

ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે.

7/13
image

ગુજરાત પર  વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે. આજથી અરબી સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવ થશે, જે કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે ભારે અને તોફાની વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાાઝોડાની અસર થઈ શકે છે. 

8/13
image

આગામી 28 મે બાદ બીજી સિસ્ટમ સક્રિય થવાની અંબાલાલ પટેલની આગાહી. દક્ષિણ પૂર્વ તટો પર ભારે વરસાદની શક્યતાઓ. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. 10 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. 20 જૂને ગુજરાતના ઘણા ભાગોમાં પડી શકે ભારે વરસાદ. ગુજરાતમાં નૈઋત્યા ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે.   

9/13
image

હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

10/13
image

આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ખેડૂતોના પાકનો સત્યાનાશ વળી જવાનો છે. એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોના પાક બગાડી નાંખ્યો છે, ત્યાં બીજી તરફ હવે થોડા ઘણાં બચેલા પાકનો પણ કચ્ચરઘાણ કાઢવા માટે આવી રહ્યું છે તોફાની વાવાઝોડું ત્યારે ચોમાસા પહેલા આવી રહેલું વાવાઝોડું ગુજરાતમાં કેટલો વેરશે વિનાશ.

11/13
image

ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે. 

12/13
image

મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે. 28 મે બાદ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે. દક્ષિણ-પૂર્વના તટિય વિસ્તારમાં ભારે વરસાદ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસા અંગે પણ આગાહી કરી છે. જો ચોમાસા પર વાવાઝોડાની અસર ઓછી થાય તો 28મી મે સુધીમાં કેરળના કાંઠે ચોમાસુ પહોંચશે. 3 જૂન સુધીમાં કેરળ-કર્ણાટકમાં ભારે વરસાદ થશે. 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાતા વાદળો બંધાશે. 10 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે. 

13/13
image

20 જૂન સુધીમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ થશે. ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ શરૂ થશે. પરંતુ ચોમાસા પહેલા અરબી સમુદ્રમાં એક્ટિવ થનારી બે સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી પુરી શક્યતા છે. ત્યારે જો ચોમાસા પહેલા આ ભયંકર વાવાઝોડું આવશે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. એક તરફ ભરઉનાળે આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. થોડા ઘણા બચેલા પાક પર પાણી ફેરવવા માટે વાવાઝોડું આવી રહ્યું છે. ચોમાસાના આગમન પહેલા જ આવી રહેલું વાવાઝોડુ અનરાધાર વરસાદ લઈને આવશે.