44 વર્ષ જૂની કંપનીનો આવી રહ્યો છે IPO, દેશની મોટી હોસ્પિટલોનું સંચાલન કરે છે કંપની !

Upcoming IPO: કંપનીની યોજના છે કે IPOની આવકમાંથી 410 કરોડ રૂપિયાથી દેવાની ચુકવણી માટે અને 110 કરોડ રૂપિયા નવી હોસ્પિટલના વિકાસ અને હાલની હોસ્પિટલના વિસ્તરણને લગતા મૂડી ખર્ચ માટે વાપરવાની યોજના બનાવી છે.

1/7
image

Upcoming IPO: હોસ્પિટલોનું સંચાલન કરતી કંપનીએ પ્રારંભિક જાહેર ઓફર (IPO) કરવા જઈ રહી છે. કંપનીએ IPO દ્વારા 1260 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે બજાર નિયમનકાર સેબી સમક્ષ પ્રારંભિક દસ્તાવેજો રજૂ કર્યા છે. 

2/7
image

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) માં ફાઇલ કરાયેલા ડ્રાફ્ટ દસ્તાવેજ મુજબ, આ IPOમાં 900 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે અને પ્રમોટર અજિત ગુપ્તા 300 કરોડ રૂપિયાના શેરનું વેચાણ ઓફર કરશે.

3/7
image

વધુમાં, કંપની 192 કરોડ રૂપિયા સુધીની પ્રી-આઈપીઓ ફાળવણી પર પણ વિચાર કરી શકે છે. આ ફાળવણી પૂર્ણ થવા પર, એકત્ર કરાયેલી રકમ તાજા ઈશ્યુના કદમાંથી ઘટાડવામાં આવશે. કંપનીની યોજના છે કે IPOની આવકમાંથી 410 કરોડ રૂપિયા દેવાની ચુકવણી માટે અને 110 કરોડ રૂપિયા નવી હોસ્પિટલના વિકાસ અને હાલની હોસ્પિટલના વિસ્તરણને લગતા મૂડી ખર્ચ માટે વાપરવાની છે.

4/7
image

કંપની 77.19 કરોડ રૂપિયાના મેડિકલ સાધનો ખરીદશે જ્યારે બાકીના ભંડોળનો ઉપયોગ નવા એક્વિઝિશન અને સામાન્ય કંપનીના હેતુઓ માટે કરવામાં આવશે.

5/7
image

CRISIL ના અહેવાલ મુજબ, પાર્ક મેડી વર્લ્ડ ઉત્તર ભારતમાં બીજી સૌથી મોટી ખાનગી હોસ્પિટલ ચેઇન છે. તે 13 મલ્ટી-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો ચલાવે છે. આ હોસ્પિટલો હરિયાણામાં નવી દિલ્હી, અંબાલા, ગુરુગ્રામ, કરનાલ, પાણીપત, પાલમ વિહાર, સોનીપત અને ફરીદાબાદ, રાજસ્થાનમાં જયપુર અને બેહરોર અને પંજાબમાં પટિયાલા અને મોહાલીમાં સ્થિત છે. નુવામા વેલ્થ મેનેજમેન્ટ, સીએલએસએ ઇન્ડિયા, ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ અને ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસીસ પબ્લિક ઇશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર્સ છે.  

6/7
image

પાર્ક મેડી વર્લ્ડની 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં કુલ 3,000 પથારીની ક્ષમતા હતી, જેમાં 805 ICU બેડ, તેમજ 63 OTs (ઓપરેશન થિયેટર) અને બે સમર્પિત કેન્સર યુનિટનો સમાવેશ થાય છે. કંપનીના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. અજીત ગુપ્તાએ 1981માં તેમની વ્યાવસાયિક યાત્રા શરૂ કરી અને દક્ષિણ દિલ્હીમાં ક્લિનિકની સ્થાપના કરી. આ સંદર્ભમાં કંપની 44 વર્ષની છે.

7/7
image

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)