545 દિવસ પછી બનશે અત્યંત દુર્લભ યોગ, મંગળ-કેતુ આ 3 રાશિવાળાને રાતોરાત બનાવશે ધનાઢ્ય! ચારેકોરથી ધનલાભ થશે
વૈદિક જ્યોતિષ મુજબ મંગળ અને કેતુની યુતિ સિંહ રાશિમાં થશે ત્યારે કુંજકેતુ યોગ બનશે. જેનાથી કેટલીક રાશિના લોકો માટે સુવર્ણ સમય શરૂ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો ગોચર કરીને અન્ય ગ્રહો સાથે યુતિ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવનની સાથે સાથે દેશ દુનિયા પર સીધો પડતો હોય છે. અત્રે જણાવવાનું કે 7 જૂનના રોજ મંગળ સિંહ રાશિમાં ગોચર કરશે. જ્યાં પહેલેથી જ કેતુ બિરાજમાન છે. આવામાં મંગળ અને કેતુની યુતિ સિંહ રાશિમાં થવાથી કુજકેતુ યોગ બનશે. આ સમય દરમિયાન કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. જાણો કઈ રાશિઓને થશે ફાયદો...
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને મંગળ અને કેતુનો દુર્લભ યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનશે. આથી આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સાથે આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. અટવાયેલી રકમ પણ પાછી મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. જે લોકો વેપાર કે રોકાણ સાથે જોડાયેલા છે તેમને વિશેષ લાભ થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા માન સન્માનમાં વધારો થઈ શકે છે. પરિણીત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે.
કર્ક રાશિ
મંગળ અને કેતુની યુતિ કર્ક રાશિના જાતકો માટે સકારાત્મક રહી શકે છે. કારણ કે આ યુતિત મારી રાશિથી ધનભાવ પર બની રહી છે. આથી આ સમય દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. નોકરીયાતોને વર્ક પ્લેસ પર સીનિયર કર્મીઓનો સાથ મળશે. તમારા કામને બિરદાવવામાં આવશે. જેનાથી પ્રમોશન કે નવી તકો મળી શકે છે. વેપારીઓને ઉધાર નાણુ મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારી વાણીનો પ્રભાવ વધશે જેનાથી લોકો ઈમ્પ્રેસ થશે.
તુલા રાશિ
તુલા રાશિવાળા માટે કેતુ અને મંગળની યુતિ આવક અને રોકાણની રીતે લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી 11માં સ્થાન પર બનવા જઈ રહી છે. આથી તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે.આર્થિક રીતે આ સમય નવી તકોથી ભરપૂર રહેશે. આવકમાં સ્થિર વધારાની શક્યતા છે. પૂર્વમાં લીધેલા નિર્ણયો હવે લાભ કરાવશે તથા સન્માનજનક સ્થાન મળશે. રોકાણથી લાભ થશે. તમને શેર બજાર, સટ્ટા અને લોટરીથી લાભ થઈ શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos