Ketu Gochar: આ 5 રાશિઓ પર કેતુ કહેર વર્તાવશે, સ્વાસ્થ્ય અને સંબંધો બગાડશે, નોકરી-વેપારમાં વધશે સમસ્યા, દોઢ વર્ષ સુધી રહેશે અસર

Ketu Gochar May 2025: 18 મે 2025 ના રોજ કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે રાશિમાં કેતુ ગોચર કરે છે ત્યાં તે રાશિનો સ્વામી હોય તે રીતે પ્રભાવ પાડે છે. કેતુ હંમેશા વક્રી અવસ્થામાં ગોચર કરે છે. કેતુ દોઢ વર્ષ સુધી સિંહ રાશિમાં ગોચર કરશે. આ સમય મેષ સહિત 5 રાશિઓ માટે લોઢાના ચણા ચાવવા જેવો મુશ્કેલ સાબિત થશે.
 

મેષ રાશિ

1/6
image

મેષ રાશિ માટે કેતુનું રાશિ પરિવર્તન શુભ નથી. અજ્ઞાત ચિંતા અને ભય મનમાં રહે. પ્રેમ સંબંધોમાં સંઘર્ષ થઈ શકે છે. પ્રિયજન સાથે ગેરસમજ થઈ શકે છે. બાળકોની ચિંતા થઈ શકે છે. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું.   

વૃષભ રાશિ

2/6
image

કેતુનું ગોચર વૃષભ રાશિ માટે પણ અશુભ છે. પારિવારિક સમસ્યાઓ વધી શકે છે. પરિવારમાં વાતાવરણ અશાંત રહી શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા વધી શકે છે. ઘર કરતાં બહાર વધારે રહેવાનું મન થશે.   

સિંહ

3/6
image

સિંહ રાશિમાં જ કેતુ પ્રવેશ કરશે જેના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. વૈવાહિક સંબંધોમાં પણ સમસ્યા આવી શકે છે. વ્યાવસાયિક રીતે પણ સમય અનુકૂળ નહીં લાગે. નિર્ણય લેવાની ક્ષમતા કેતુ નબળી કરશે.   

કન્યા રાશિ

4/6
image

કન્યા રાશિના લોકોએ પણ વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. પહેલા કરતાં ખર્ચ વધી શકે છે. માનસિક દબાણનો અનુભવ થઈ શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. નોકરીમાં રુચિ ઘટી શકે છે. આ સમય દરમિયાન અણધાર્યા ખર્ચ વધે તેવી સંભાવના.  

કુંભ રાશિ

5/6
image

કુંભ રાશિ માટે પણ કેતુનું રાશિ પરિવર્તન સમસ્યાનું કારણ બની શકે છે. જીવનસાથી વચ્ચે તણાવ, અસહમતી, વિવાદ વધી શકે છે. જીવનસાથીના વિચારો સાથે વિરોધાભાસ ઉત્પન્ન થશે. વ્યવસાયની દ્રષ્ટિએ પણ સમય મુશ્કેલ હોય શકે છે.   

6/6
image