મલ્હાર અને પૂજા નથી બનવાના પેરેન્ટ્સ, 'ગુડ ન્યૂઝ'ના બહાને કરી નવી જાહેરાત

Malhar Thakar-Puja Joshi : ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ 23 જૂને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી, જે બાદ બધા અટકળો લગાવી રહ્યા હતા કે તેમના ઘરમાં નવા મહેમાનની એન્ટ્રી થવાની છે, પરંતુ હકીકતમાં આવું કંઈ નથી. 

1/5
image

Malhar Thakar-Puja Joshi : મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ 23 જૂને બેમાંથી ત્રણ થવાની અને નવા ચેપ્ટરની શરૂઆત જેવી હિન્ટ આપતી પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જે બાદ અટકળો શરૂ થઈ હતી કે કપલના ઘરમાં નવા મહેમાનની કિલકારીઓ ગુંજવાની છે. 

2/5
image

હકીકતમાં આ 'ગુડ ન્યૂઝ' તેમનું નવું વેન્ચર કોફી શોપ છે. મલ્હાર અને પૂજાએ પોતે જ ખુલાસો કર્યો છે કે તેઓ અમદાવાદમાં એક નવો કેફે શરૂ કરી રહ્યા છે. આ રીતે 'ગુડ ન્યૂઝ'ના બહાને તેમણે નવા કેફેની અનોખી જાહેરાત કરી છે.

3/5
image

23 જૂને સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે, 'અમારો પરિવાર થોડો મોટો બની રહ્યો છે. હાલમાં અમે ઘણા ખુશ છીએ અને અમને આ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. અમારી નાનકડી સુંદર દુનિયા હવે ત્રણ લોકોની બની રહી છે. અમે ઘણા સમયથી આ સપનું જોઈ રહ્યા હતા અને ટૂંક સમયમાં અમારા જીવનનું નવું સપનું સાકાર થશે. નવા આનંદ અને સ્લીપનેસ નાઈટ માટે અમે તૈયાર છીએ. બહુ જ બધો પ્રેમ...'

4/5
image

ઉલ્લેખનીય છે કે, મલ્હાર અને પૂજા 26 નવેમ્બર, 2024ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. અમદાવાદમાં યોજાયેલા લગ્ન સમારોહમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા ભાગના કલાકારોએ હાજરી આપી હતી.

5/5
image

પૂજા જોશી અને મલ્હારે વેબસિરીઝ ‘વાત વાતમાં’માં સાથે કામ કર્યું હતું. આ સિરીઝથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને પ્રેમમાં પડ્યા. પૂજા જોશી મૂળ મુંબઈની છે અને ગુજરાતી ફિલ્મમાં કામ કરે છે.