મહાભૂકંપથી મચાવશે મહાભયંકર તબાહી, મ્યાંમારમાં તો ટ્રેલર હતું! ખતરામાં છે 3 લાખ જિંદગીઓ

Megaquake Forecast: એવું માનવામાં આવી રહ્યું છે કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8 કે તેથી વધુ હોઈ શકે છે, જેના કારણે સમુદ્રમાં પણ મોટી ખલેલ થવાની સંભાવના છે.

2 હજારથી વધુ લોકોના મોત

1/7
image

થાઇલેન્ડ અને મ્યાનમારમાં આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપને કારણે બે હજારથી વધુ લોકોના મોત થયાં હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, ભૂકંપને કારણે ધરતી અંદરથી ધ્રુજી ઉઠી અને ત્યાંના લોકો ડરનો માહોલ હતો. આ દરમિયાન પડોશી દેશ પર પણ ભૂકંપનો ભય મંડરાઇ રહ્યો છે.

મહાભૂકંપની ચેતવણી

2/7
image

થાઇલેન્ડના પાડોશી દેશ જાપાનમાં મહાભૂકંપનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ભૂકંપને મહાભૂકંપ અથવા મેગા ભૂકંપ નામ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8 કે તેથી વધુ હોઈ શકે છે, જેના કારણે સમુદ્રમાં પણ મોટી ખલેલ થવાની સંભાવના છે.

મોટા નુકસાનનો ખતરો

3/7
image

મહાભૂકંપને કારણે મહાનુકસાન થવાનો ખતરો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી AFPએ એક સરકારી અનુમાનના આધારે જણાવ્યું કે, મહાભૂકંપ અને ત્યારબાદ આવનારી સુનામીના કારણે 2.98 લાખ લોકોના મોત થઈ શકે છે અને બે ટ્રિલિયન ડોલર સુધીનું નુકસાન થઈ શકે છે.

સુનામીથી સૌથી વધુ ખતરો

4/7
image

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, જો જાપાનમાં કોઈ મહાભૂકંપ આવે છે, તો સૌથી વધુ મોત ભૂકંપને કારણે આવનારી સુનામીને કારણે થઈ શકે છે. સુનામીમાં 2.15 લાખ લોકોના મોત થઈ શકે છે, જ્યારે ઇમારત ધરાશાયી થવાથી 73 હજાર લોકો અને આગ સંબંધિત ઘટનાઓમાં 9 હજાર લોકોના મોત થઈ શકે છે.

શું છે મહાભૂકંપ પાછળનું સાચું કારણ?

5/7
image

મહાભૂકંપ માટે નાનકાઈની ફોલ્ટલાઇનને જવાબદાર માનવામાં આવી રહી છે. નાનકાઈની ફોલ્ટલાઇન ટોક્યોથી લઈ ક્યોશો સુધી જાય છે, જે જાપાનના દક્ષિણમાં સ્થિત છે. આવી સ્થિતિમાં આ ફોલ્ટલાઇનમાં કોઈ હિલચાલ થાય છે તો જાપાનમાં મોટા પાયે વિનાશ થવાની સંભાવના છે.

1400 વર્ષથી ભૂકંપનો સામનો કરી રહ્યો છે આ દેશ

6/7
image

જાપાન એક ભૂકંપ પ્રભાવિત દેશ છે. આ કારણોસર છેલ્લા 600 વર્ષની ઘટનાઓ અને ડેટાને લઈ એક ઊંડાણપૂર્વક સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન મુજબ જાપાન 1400 વર્ષથી મહાભૂકંપનો સામનો કરી રહ્યું છે. જો કે, મહાભૂકંપ 100 થી 200 વર્ષના અંતરાલ પછી આવે છે.

ક્યારે આવશે મહાભૂકંપ?

7/7
image

AFPના રિપોર્ટમાં જણાવાયું છે કે, જાપાનમાં છેલ્લી વખત 1946માં મહાભૂકંપ આવ્યો હતો. આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, 100 વર્ષ પછી જાપાનમાં ફરી ભૂકંપ આવી શકે છે, એટલે કે 2046 સુધીમાં એક મહાભૂકંપ આવી શકે છે.