Budh Uday: આવતીકાલથી આ જાતકોના સિતારા ચમકશે, બુધ ઉદય થતાં થશે ધનનો વરસાદ, કરિયરમાં મળશે સફળતા
બુધ ગ્રહ વર્તમાનમાં કર્ક રાશિમાં અસ્ત છે. 10 ઓગસ્ટે બુધ ઉદય થશે અને પાંચ રાશિઓને વિશેષ લાભ આપી શકે છે. બુધ ઉદયથી આ જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
Budh Uday: બુધ ગ્રહ રક્ષાબંધનના એક દિવસ બાદ 10 ઓગસ્ટે કર્ક રાશિમાં ઉદય થશે. બુધને જ્યોતિષમાં કારોબાર, તાર્કિક ક્ષમતા, બુદ્ધિ, શિક્ષણ વગેરેનો કારક માનવામાં આવે છે. તેવામાં બુધ ઉદય થવાથી રાશિચક્રની કેટલીક રાશિઓના જીવનમાં શુભ પરિણામ મળી શકે છે. આ લોકો કરિયરના ક્ષેત્રમાં પ્રગતિ કરશે અને શિક્ષણના ક્ષેત્રમાં આ લોકોને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.
કુંભ રાશિ
બુધનું ઉદય થવું તમારી અંદર ઉર્જાનો સંચાર કરશે. તમે સકારાત્મક ઉર્જાથી ભરેલા રહેશો અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરશો. શિક્ષણના ક્ષેત્રમાં તમને સિદ્ધિઓ મળી શકે છે. પરિવારમાં ચાલતા વિવાદનો અંત આવી શકે છે. કેટલાક લોકોને ઈચ્છિત જગ્યા પર નોકરી આ દરમિયાન મળી શકે છે. રચનાત્મક ક્ષેત્રોમાં જોડાયેલા લોકોની રચના આ દરમિયાન વાયરલ થવાની સંભાવના છે, જેનાથી તમને ખુશી મળશે.
તુલા રાશિ
બુધનો ઉદય થવાથી કરિયરના ક્ષેત્રમાં આવી રહેલી ઘણી મુશ્કેલીનો અંત આવી શકે છે. તમારા કર્મ ભાવમાં બેઠેલ બુધ ઉદય થઈ તમારી આવકમાં પણ વધારો કરી શકે છે. રાજનીતિના ક્ષેત્રમાં છો તો તમારા પ્રશંસકોની સંખ્યા વધી શકે છે. કારોબારીઓને આ દરમિયાન લાભ થશે. સ્વાસ્થ્યમાં પણ સારૂ પરિણામ જોવા મળી શકે છે.
કન્યા રાશિ
બુધ તમારા અગિયારમાં ભાવમાં છે અને તેને લાભનો ભાવ કહેવામાં આવે છે. બુધનો ઉદય થતાં તમારી આર્થિક પ્રગતિ થશે. લોન ચુકવવામાં તમે સફળ થશો અને બચત પણ કરી શકો છો. મોટા ભાઈ-બહેનો દ્વારા આ રાશિના લોકો ધનલાભ પ્રાપ્ત કરી શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઈચ્છે છે તેનું સપનું પૂરુ થઈ શકે છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos