અહીં સમુદ્ર કિનારે હજારો વર્ષ જૂના રહસ્યમયી નિશાન જોવા મળતા મચ્યો હડકંપ! રશિયામાં આવેલ ભૂકંપ સાથે શું છે કનેક્શન!

Mysterious Signs: હવાઈના ઓઆહુ ટાપુ પર પૌઆકાઈ ખાડીના કિનારે હાલમાં જ 1,000 વર્ષ જૂના 26 રહસ્યમય ચિહ્નો દેખાયા છે, જેને અહીંના સ્થાનિક લોકો આપત્તિની ચેતવણી તરીકે જોઈ રહ્યા છે.

રહસ્યમય ચિહ્નો

1/6
image

હવાઈના ઓઆહુ ટાપુ પર પૌઆકાઈ ખાડીના કિનારે હાલમાં જ 1000 વર્ષ જૂના 26 રહસ્યમય ચિહ્નો દેખાયા છે. આ ચિહ્નો અચાનક સામે આવ્યા છે. જેના કારણે અહીંના લોકોની વચ્ચે હડકંપ મચી ગયો છે. ઘણા લોકો આ ચિહ્નોને હાલમાં રશિયામાં આવેલા 8.7ની તીવ્રતાના ભૂકંપ સાથે જોડી રહ્યા છે.

ભૂકંપનો આ ચિહ્નો સાથે શું છે સંબંધ?

2/6
image

આ ચિહ્નો 23 જુલાઈના રોજ દરિયામાં ભરતી ઓછી હતી ત્યારે જોવા મળ્યા હતા. તેના બરાબર સાત દિવસ પછી રશિયાના કમચાટકા પ્રદેશમાં એક મોટો ભૂકંપ આવ્યો અને સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી. આ પછી લોકો આ ચિહ્નોને એક પૂર્વ ચેતવણી તરીકે જોવા લાગ્યા.

શું છે આ 26 ચિહ્નો?

3/6
image

આ 26 ચિહ્નોમાંથી 18 ચિહ્નો stick figures (માનવ જેવી આકૃતિઓ) છે અને 8 ચિહ્નો પુરુષ ગુપ્તાંગના આકારના છે. આ ચિહ્નો લગભગ 115 ફૂટના વિસ્તારમાં ફેલાયેલા છે અને સામાન્ય રીતે રેતી અથવા શેવાળથી ઢંકાયેલા હોય છે. આ પહેલી વાર છે જ્યારે 2016 પછી આ બધા ચિહ્નો એકસાથે દેખાયા છે.

માન્યતાઓ

4/6
image

સ્થાનિક લોકો માને છે કે, આ ચિહ્નો તેમના પૂર્વજો તરફથી ચેતવણી ભર્યા સંદેશ છે. સૌથી મોટું ચિહ્ન જેમાં એક હાથ ઉપર અને એક નીચે છે, તેમાં સૂર્યનો ઉદય અને અસ્ત થવાનું પ્રતીક માનવામાં આવે છે.

વૈજ્ઞાનિકોનો અભિપ્રાય

5/6
image

વૈજ્ઞાનિકો હજુ સુધી આ ચિહ્નોના રહસ્યને સંપૂર્ણપણે સમજી શક્યા નથી. કેટલાક તેને 600 વર્ષ જૂના માને છે, જ્યારે કેટલાક તેને 1000 વર્ષથી વધુ જૂના માને છે. વૈજ્ઞાનિકો કહે છે કે, ભૂકંપ અને આ ચિહ્નો વચ્ચે કોઈ સીધો વૈજ્ઞાનિક સંબંધ નથી, પરંતુ સ્થાનિક લોકો તેને માત્ર સંયોગ માનતા નથી.

ડરનો માહોલ

6/6
image

આ ચિહ્નોના ફરીથી દેખાવાથી હવાઈના લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. એક તરફ લોકો તેને આપત્તિની ચેતવણી તરીકે માની રહ્યા છે, તો બીજી તરફ પ્રવાસીઓ તેમને જોવા માટે ઉત્સુક બન્યા છે.