અમરીશ પુરીની આ હોરર ફિલ્મને લઈ તાંત્રિકોએ આપી હતી ચેતવણી, રિલીઝ થયાની સાથે થવા લાગ્યા ભયંકર અકસ્માતો

Horror Film Gehrayee: રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત નિર્દેશક અરુણા રાજેએ 1980 નામની એક હોરર થ્રિલર ફિલ્મ બનાવી હતી. પ્રસિદ્ધ નાટકકાર વિજય તેંડુલકર દ્વારા સહ લિખિત આ ફિલ્મ એક પરિવાર પર આધારિત છે જેના પર કાળો જાદુ કરવામાં આવે છે. ફિલ્મ અંગેના અનુભવ વિશે કહેતા અરુણાએ જણાવ્યું હતું કે તેની મુલાકાત જ્યારે તાંત્રિકો સાથે થઈ ત્યારે તેમણે આ ફિલ્મ ન બનાવવા ચેતવણી આપી હતી. 
 

ફિલ્મ ગહેરાઈ

1/4
image

એક મુલાકાતમાં અરુણા રાજે એ જણાવ્યું હતું કે, તેઓ એવી સ્ટોરી લખવા માંગતા હતા જે રસપ્રદ, રોમાંચક અને ઉત્સાહિત કરે તેવી હોય. ફિલ્મ ગહરાઈ બનાવવાનો વિચાર તેને એક અંગત અનુભવ પરથી આવ્યો હતો. તે પોતાના પરિવાર સાથે બેંગ્લોર રહેતા હતા ત્યારે તેની માં બગીચામાં જતી ત્યારે હળદર, કંકુ, લીંબુ એવી વસ્તુઓ મળતી.  

જાદુ-ટોણા કરતા લોકો

2/4
image

અરુણા રાજેએ જણાવ્યું કે ફિલ્મ લખતી વખતે તે જાદુ-ટોણા કરતા લોકોને મળી હતી. તેણે કહ્યું કે આ વસ્તુઓનું પરિણામ ખબર હોતી નથી તેથી તેને ક્યારેય કરવું નહીં. તાંત્રિકોએ તેમને ચેતવણી આપી હતી કે આવી ફિલ્મ ન બનાવો. તમારી સાથે સારું નહીં થાય...

9 વર્ષની દીકરી કેન્સરના કારણે મરી ગઈ

3/4
image

તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ અંધવિશ્વાસી ન હતા તેથી તેમણે ફિલ્મ બનાવી અને એવું માન્યું કે તેઓ ફક્ત ફિલ્મ બનાવે છે. પરંતુ ફિલ્મ બન્યા પછી સ્થિતિ ખરાબ થવા લાગી. અરુણા રાજે એ જણાવ્યું કે ફિલ્મ બની ગયા પછી તેની લાઈફમાં ભયંકર ઘટનાઓ બની. તેના ડિવોર્સ થઈ ગયા અને 9 વર્ષની દીકરી કેન્સરના કારણે મરી ગઈ. ફિલ્મ સાથે જોડાયેલા અન્ય લોકોએ પણ કહ્યું કે તેમની સાથે પણ વિચિત્ર ઘટનાઓ થઈ રહી છે.   

4/4
image