પરેશ ગોસ્વામીની તારીખ સાથે ભારે વરસાદની આગાહી: 15 ઓગસ્ટ બાદ આ જિલ્લાઓનું આવી બનશે!
Paresh Goswami rain forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. ઘણા શહેરોમાં તાપમાન વધતા ગરમી પડવા લાગી છે. બીજીતરફ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે. નવી સિસ્ટમ બનવાની સાથે રાજ્યમાં મેઘરાજાની પધરામણી થશે. 3 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે. 15 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસશે.
Paresh Goswami forecast: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે રાજ્યમાં વરસાદ પડશે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આ અંગે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. જે મુજબ, 9 થી 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવા વરસાદ ઝાપટા આવશે. સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તાર વરસાદ આવી શકે છે. 15 ઓગસ્ટથી સામુદ્રિક સ્થિતિ સાનુકુળ બની રહી છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે, જે પૂર્વ મધ્યપ્રદેશથી ગુજરાતમાં વરસાદ લાવશે. 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ ભારે વરસાદ થવાની શક્યતા છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, નવી સિસ્ટમ આવી રહી છે. નવો મોન્સુન ટ્રફ આવી રહ્યો છે. જે 2025 ના ચોમાસાં પહેલીવાર જોવા મળ્યું. અરબ સાગર સક્રિય થાય તો તેનો સૌથી વધુ ફાયદો ગુજરાતને મળતો હોય છે. પરંતું 15 ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, તો બંગાળની ખાડીમાંથી આવી રહ્યો છે. પરંતું હવે ધીરે ધીરે અરબ સાગર સક્રિય થઈ રહ્યો છે. તેથી ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો સારો વરસાદ જોવા મળશે.
તેમણે ઉમેર્યું હતું કે, 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીના સેશનમાં ખૂબ સારો વરાસદ જોવા મળે તેનું અનુમાન છે. અરબ સાગરની સક્રિયતા ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદ લાવશે. અનેક વિસ્તારો જ્યા વરસાદનું પ્રમાણ ઓછું છે, ત્યાં પણ પાણી આવશે. તેથી ખેડૂતો આ ડર કાઢી નાંખે. ગુજરાતીઓ માટે અરબ સાગર ખુશીનો વરસાદ લાવશે અને પાણીની સમસ્યાઓ દૂર થશે.
તેમણે ઉમેર્યું હતું કે, 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીના સેશનમાં ખૂબ સારો વરાસદ જોવા મળે તેનું અનુમાન છે. અરબ સાગરની સક્રિયતા ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદ લાવશે. અનેક વિસ્તારો જ્યા વરસાદનું પ્રમાણ ઓછું છે, ત્યાં પણ પાણી આવશે. તેથી ખેડૂતો આ ડર કાઢી નાંખે. ગુજરાતીઓ માટે અરબ સાગર ખુશીનો વરસાદ લાવશે અને પાણીની સમસ્યાઓ દૂર થશે.
આ નવી સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર જામનગર, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદરમાં હળવો વરસાદ આવી શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, હળવદ, મોરબી અને ધ્રાંગધ્રામાં ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતમાં વરસાદ લાવશે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને પંચમહાલના ભાગોમાં વરસાદ થઈ શકે છે.
Trending Photos